કુબેરનો ભંડાર બન્યો આ શેર, 1 વર્ષમાં 2000%નું બમ્પર રિટર્ન
રાઇસ મિલિંગ કંપનીના શેરનો ભાવ છેલ્લાં એક વર્ષમાં અધધ ઉછળ્યો, શેરહોલ્ડર્સને 2171.78 ટકા રિટર્ન આપ્યું છે, 10 વર્ષમાં GRM ઓવરસીઝના શેર એ 40450%નું રિટર્ન આપ્યું.
શેર બજારમાં ખરેખર જોખમ ભરેલું હોય છે. કહેવાય છે કે હાથ લાગેલી માટી પણ સોનાની બની જાય અને હાથમાં આવેલું સોનું પણ માટી થઇ જતા વાર ના લાગે. જેમકે એક્સપર્ટ કહે છે કે આ બજારમાં ધીરજનું દાન આપો તો ઉપરવાળા છપ્પર ફાડકે આપે છે અને આવું આપણને શેરબજારમાં જોવા મળતું જ રહે છે.
હવે આ કંપનીના શેરને જ જોઇ લો. એક સમયે ભલે આ ગણતરીના સિક્કાવાળા સ્ટોક રહ્યો હોય પરંતુ આજે તેણે પોતાના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જી હા અહીં અમે તમને બતાવી રહ્યા છીએ જીઆરએમ ઓવરસીઝ શેર અંગે.
આ સ્મોલકેપ રાઇસ મિલિંગ કંપનીના શેરનો ભાવ છેલ્લાં એક વર્ષમાં 34 થી વધીને 782.40 રૂપિયા થઇ ગયા છે. આ એક વર્ષના સમયગાળામાં આ શેર એ પોતાના શેરહોલ્ડરોને 2171.78 ટકા રિટર્ન આપ્યું છે. જો કોઇ રોકાણકારોએ એક વર્ષ પહેલાં આ સ્ટોકમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેમની પાસે 23 લાખ રૂપિયા થઇ ગયા હોત.
જીઆરએમ ઓવરસીઝના શેરનો ઇતિહાસ, 10 વર્ષમાં GRM ઓવરસીઝનો શેર 1.93 થી વધીને 782.40 રૂપિયાની સપાટી પર આવી ગયો છે. આ સમયગાળામાં આ શેરે પોતાના શેરહોલ્ડરોને લગભગ 40,450 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ મલ્ટીબેગર પેની શેર 4.49 રૂપિયાની સપાટીથી વધીને 782.40 રૂપિયા પર પહોંચી ગયો છે. 5 વર્ષના આ સમયગાળામાં આ શેરમાં લગભગ 17325 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ સપ્તાહની શરૂઆતમાં તો આ શેર 856 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો હતો.
છેલ્લાં 6 મહિનાની ચાલ પર નજર કરીએ તો આ મલ્ટીબેગર સ્ટોક લગભગ 156 રૂપિયાથી વધીને 782ની સપાટી સુધી આવી ગયો છે. આ સમયગાળામાં જીઆરએમ ઓવરસીઝ શેરના ભાવમાં 400 ટકાનો ઉછાળો નોંધાયો છે. છેલ્લાં એક મહિનામાં આ શેરમાં 55 ટકાનો ઉછાળો નોંધાયો છે. ગઇ 15મી ડિસેમ્બરના રોજ આ શેર 504 રૂપિયા હતો જે વધીને 782.40 પર બંધ રહ્યો છે.
જાણો રોકાણકારોને કેટલો ફાયદો થયો, જો કોઇ રોકાણકારોએ 6 મહિના પહેલાં પેની સ્ટોક જીઆરએમ ઓવરસીઝ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના 1 લાખના આજે 5 લાખ રૂપિયા થઇ ગયા હોત. જો કોઇ રોકાણકારે એક મહિના પહેલાં આ મલ્ટીબેગર પેની સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેના 1 લાખ રૂપિયાના વધીને 1.55 લાખ રૂપિયા થઇ જાત અને જો કોઇ રોકાણકારોએ 10 વર્ષ પહેલાં આ સ્ટોકને રૂ.1.93ની સપાટી પર ખરીદ્યો હોય અને તેમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે 4.05 કરોડ રૂપિયાના માલિક હોત.
Disclaimer: આ લેખનો હેતુ માત્ર માહિતી આપવા માટેનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.