રોકાણની શરૂઆત કરો માત્ર 500 રૂપિયાથી, જોત જોતામાં બની જશો કરોડપતિ…

રોકાણની શરૂઆત કરો માત્ર 500 રૂપિયાથી, જોત જોતામાં બની જશો કરોડપતિ…

મિત્રો તમે જાણો છો કે, લોકો પોતાની બચત કરવા માટે અનેક જગ્યાઓએ રોકાણ કરતા હોય છે. તેમજ પોતાનું ભવિષ્ય સેફ રાખે છે. પણ જો તમે વધુ રોકાણ નથી કરી શકતા તો તમે નાના રોકાણ દ્વારા પણ પોતાની બચત કરી શકો છો. આથી જ રોકાણ કરવા માટે કોઈ મોટી રકમની જરૂર નથી હોતી. તમે દર મહિને નાની એવી રકમ રોકાણ કરીને પણ મોટું ફંડ ભેગું કરી શકો છો. જો તમે ઘર, ગાડી, બાળકોનું ભણતર, બાળકોના લગ્નનો ખર્ચ, અથવા પોતાના રિટાયરમેન્ટ માટે પ્લાન કરી રહ્યા છો, તો આ પ્લાનને સફળ બનાવવા માટે રોકાણ કરવાના માર્ગ પર ચાલવું પડશે.

આમ રોકાણને લઈને લોકો મોટાભાગે એવું કહેતા હોય છે કે થોડા સમય પછી રોકાણ કરીશું. પણ તેમના માટે તે સમય ક્યારેય નથી આવતો, કારણ કે તે રોકાણને ગંભીરતાથી નથી લેતા. આજના સમયમાં જેટલી બચત કરવી જરૂરી છે એટલું જ જરૂરી છે રોકાણ કરવાની પણ, બસ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, રોકાણ ક્યાં કરવું ?

વાસ્તવમાં સારું રિટર્નને જોતા આજના સમયમાં આર્થિક સલાહકાર રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ખુબ સહેલું છે. કોઈ પણ ઉંમરના લોકો મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરી શકે છે. પણ ઓછી ઉંમરમાં રોકાણ કરવાની શરૂઆત કરવાથી જલ્દી સફળતા મળે છે.

બેંક ખાતામાં સતત ઘટતા વ્યાજ દરથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એક સારું માધ્યમ બની શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં SIP ત્રણ પ્રકારે કરી શકાય છે. પહેલી – મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ દ્વારા, બીજી – બ્રોકરથી ઓનલાઇન ટ્રેડીંગ એકાઉન્ટ ખોલીને SIP કરી શકાય છે. આ સિવાય ત્રીજી રીત છે મ્યુચ્યુઅલ ફંડના ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરો. આ માટે મ્યુચુઅલ ફંડ ની કંપનીઓ ની વેબસાઈટ પર જઈને રોકાણ કરી શકાય છે.

સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો એક પ્રકાર છે, તેના દ્વારા રોકાણ કરવાથી તમને સારું એવું રિટર્ન મળે છે. SIP દ્વારા કોઈ પણ ડાયવર્સીફાઈડ મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં 500 રૂપિયા મહિનાથી રોકાણની શરૂઆત કરી શકાય છે. એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે કોઈ મોટી રકમની જરૂર નથી.

જો તમારે મોટું ફંડ જોઈએ છે તો રોકાણને દર મહિને શરૂ રાખવું જોઈએ. આ સિવાય આવક વધવાની સાથે રોકાણની રકમ પણ વધારી શકાય છે. જેમ કે જો કોઈ 25 વર્ષનો યુવાન 500 રૂપિયાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત કરે છે તો તેણે દર 6 મહિને ઓછામાં ઓછા 500 રૂપિયા રોકાણ વધારવું પડશે. આ રીતે 5 વર્ષ પછી એટલે કે 30 વર્ષની ઉંમરમાં રોકાણની રાશિ 5000 રૂપિયા મહિને થઈ જશે. આ એકદમ સંભવ છે. કારણ કે લગભગ દર વર્ષે નોકરી-ધંધામાં લોકોની સેલરી વધે છે. એટલું જ નહિ તમે શરૂઆતના બે વર્ષમાં પોતાના રોકાણથી રિટર્નને જોશો તો તેનાથી તમારો ઉત્સાહ વધશે.

ઉદાહરણ માટે જો કોઈ 30 વર્ષની ઉંમરમાં મ્યુચ્યુઅલ ફંડમાં 30 વર્ષ સુધી દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરે છે તો તેને 60 વર્ષની ઉંમરમાં 1,76, 49, 569 રૂપિયા મળે છે. આ આકલન 5 હજાર રૂપિયા મહિને રોકાણ પર 12% વ્યાજના હિસાબે મળે છે. જો તેના પર 15% વ્યાજ મળે છે તો કુલ રિટર્ન 3,50, 49, 103 રૂપિયા મળે છે. જો વ્યાજ દર 10% પણ મળે છે તો 5 હજાર રૂપિયા મહિનાના રોકાણ પર 30 વર્ષ પછી 1,13, 96, 627 રૂપિયા રીટર્ન મળે છે.

જો કે ઘણા મ્યુચ્યુઅલ ફંડ એ આશા અનુસાર પરિણામ નથી આપતા. નાના રોકાણકારો માટે ફંડની પસંદગી કરવી મુશ્કેલ છે. કારણ કે યોગ્ય ફંડ પસંદ કરવા માટે ઘણી શોધ કરવી પડે છે. આથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પહેલા બધા જ વિચારો કરી લેવા જોઈએ. કોઈ પણ આર્થિક જાણકાર પાસે સલાહ લેવી જોઈએ. કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમ પર આધાર રાખે છે.

મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ રોકાણકારોથી પૈસા ભેગા કરે છે અને તેનો એક મોટો ભાગ શેર બજારમાં રોકે છે. ત્યાર પછી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોથી ચાર્જ લે છે. ખાસ કરીને જે લોકો શેર બજારમાં રોકાણ કરવા વિશે વધુ નથી જાણતા હોતા. તેમના માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સારો વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમને પસંદ કરવાની છૂટ હોય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *