સાઉથ ની અભિનેત્રી ‘સામંથા’ કરી રહી છે બીમારી નો સામનો તેના પૂર્વ પતિ એ પૂછી તેની તબિયત એવી ગંભીર બીમારી કે,
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી ઉત્કૃષ્ટ અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી એટલે સામંથા રુથ પ્રભુ. સામંથા પોતાના ઉત્કૃષ્ટ અને સુંદર દેખાવના કારણે આખા ભારતમાં ફેમસ અભિનેત્રી છે.
માત્ર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જ તેની ઓળખ નથી પરંતુ આજે ભારતમાં પણ સામંથા પોતાનું નામ બનાવી ચૂકી છે. સામંતાના ચાહકોની સંખ્યા પણ લાખોમાં જોવા મળે છે તે પોતાની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને લઈને ખાંસી એવી અપડેટ માં રહે છે.
હમણાં થોડા સમય પહેલા અભિનેત્રી વિશે જાણવા મળ્યું હતું કે તે કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહી છે જેના કારણે તેના ચાહકોમાં પણ ચિંતા જોવા મળી હતી. માહિતી મળી હતી કે સામંથા વાસ્તવિક માં માયોસાયટીસ નામની બીમારીથી પીડિત છે જે તેને ભૂતકાળમાં બીમારી થઈ હતી પરંતુ સારવાર હાલમાં ચાલી રહી છે. આ દુઃખદ સમાચાર બાદ તેના પૂર્વ પતિ તેને મળવા માંગતો હતો.
પરંતુ તે ખાસ એમાં સફળ થયો ન હતો. આથી તેને પોતે જાતે જ ટેલીફોનમાં વાત કરી તેની તબિયત વિશે જાણકારી મેળવી હતી. તેના પૂર્વ પતિની વાત કરીએ તો અભિનેત્રી સામંથા એ વર્ષ 2017 માં નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા.
ત્યારબાદ વર્ષ 2021 માં બંને એ સંબંધોમાં ફુલસ્ટોપ લાવ્યો અને છૂટાછેડા લઈ લીધા હતા. તે બંનેની જોડી સુંદર જોડી હતી પરંતુ બંનેની લગ્નની કારકિર્દી ખાસ એવી ચાલી ન હતી.
અભિનેત્રીની વાત કરવામાં આવે તો તે તેના ગ્લેમર અને હોટ લુક માટે ખાંસી એવી ભારતમાં પ્રખ્યાત છે અને એક થી એક ચડિયાતી મુવીમાં કામ પણ કરેલું છે. અભિનેત્રીએ પોતાના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરેલા છે જેમાં તેને ફોટા જોઈને ચાહકોમાં પણ નિરાશા ની લાગણી છવાઈ ચૂકી છે અને ચાહકો તેના સારા થવા માટેની પ્રાર્થના પણ કરી રહ્યા છે.