સોખડાના જૂથવાદ વિવાદ: 12 દિવસ પછી 5 સંતો સહિત આ 7 સામે નોંધાયો ગુનો, સેવક અનુજને મંદિર સંકુલમાં ઝપાઝપી કરી માર માર્યો
સોમવારે અનુજ ચૌહાણ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું અને ત્યારબાદ પોલીસે ગુનો નોંધ્યો હતો, પોલીસે પ્રણવભાઈ આસોજ, મનહરભાઈ સોખડા વાળા તથા પ્રભુ પ્રિય સ્વામી, હરિસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી તથા સ્વામી સ્વરૂપ સ્વામી તથા વિરલ સ્વામી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદ નોંધાતા ભોગ બનનારે જણાવ્યું હતું કે, ગઈ 6 જાન્યુઆરીએ સોખડા સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં યોગી આશ્રમ તરફથી કેટલાક ભાઈઓ અને બહેનો જોરથી અવાજ કરતા હોવાથી તેઓ તેમના મિત્રો સાથે જોવા માટે બહાર નીકળ્યા હતા ત્યારે પ્રણવ અને મનહરભાઈ એ તમે કેમ બહાર નીકળ્યા તેમ કહીને અંદર જતા રહો તેમ કરીને ખખડાવ્યા હતા.
ત્યારબાદ પ્રભુ પ્રિય સ્વામી પાસે આવીને તે કેમ મોબાઈલ માં વિડીયો ઉતાર્યો છે તેમ કહી મોબાઈલ ઝુંટવ્યો હતો અને ત્યારબાદ હરિસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી અને સ્વામી સ્વરૂપ સ્વામી એ તેમની સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો અને મનહર સોખડા વાળા એ પણ તેમને માર માર્યો હતો ત્યારબાદ પ્રભુ પ્રિય સ્વામીએ તેમની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો અને તે જીવ બચાવીને ઓફિસમા દોડીને જતો રહ્યો હતો.’
ત્યાર પછી તેમણે પોલીસને બનાવની જાણ કરી હતી. તાલુકા પોલીસે મારામારીનો ગુનો નોંધી તપાસ આદરી હતી. પોલીસે આજે નિવેદન લીધા બાદ અનુજને સાથે રાખી સોખડા મંદીરમાં પણ તપાસ કરી હતી.