દીકરાને કોઈ સંતાન ન હોવાથી 56 વર્ષની માતાએ પોતાની કોખ માંથી દીકરાના બાળકને જન્મ આપી તેને પિતા બનવાનું સુખ આપ્યું.
એક માતા પોતાના બાળકને કયારેય દુઃખી નથી જોઈ શકતી, માતા પિતા પોતાના બાળકોની તકલીફ અને દુઃખને દૂર કરવા માટે કઈ પણ કરી શકે છે. માં દીકરાના પ્રેમની કહાની હાલ અમેરિકાથી સામે આવી છે. જ્યાં પોતાના દીકરાને પિતા બનવાનું સુખ આપી માતાએ દીકરાનું જીવન સુધારી દીધું.
મહિલાનું નામ નેંન્સી છે અને તે ૫૬ વર્ષની છે.નેન્સીના દીકરાને કોઈ સંતાન નહતું કારણ કે તેમની વહુ કેબ્રિયાને એક બીમારી હતી માટે ઓપરેશન કરીને કેબ્રિયાનું ગર્ભાશય કાઢી લેવામાં આવ્યું હતું અને તેના કારણથી જ દીકરાની પત્ની કોઈ દિવસ માં બની શકે તેમ નહતું.
તો દીકરાને નિઃસંતાન જોઈને માતાએ નક્કી કર્યું કે હું તારા બાળકને મારી કોખમાં જન્મ આપીશ.તો ડોકટરની મદદથી માતાના ગર્ભમાં IVF ટેક્નિકથી આ દીકરાના બાળક માટે પ્રક્રિયા કરવામાં આવી.
જે કખ માંથી દીકરાનો જન્મ થયો હવે તે જ કોખ માંથી તેના બાળકનો પણ જન્મ થશે અને ૫૬ વર્ષની માતાએ ૯ મહિના પછી પોતાના દીકરાની દીકરીને જન્મ આપતાની સાથે જ આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી અને દીકરો દીકરીનો જન્મ થવાની સાથે જ તે રડી પડ્યો હતો.
આવું તો ફક્ત એક માતા જ પોતાના દીકરા માટે કરી શકે છે. બાકી કોઈ બીજું કોઈ નથી કરી શકતી. માતા પણ આજે પોતાની પૌત્રીને પોતાન કોખ માંથી જન્મ આપીને ખુબજ ખુશ છે. જેની કલ્પના પણ કરી શકાય એમ નથી. આજે આ ઘટના હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.