રિષભ પંત પોતાની માતા ને સરપ્રાઈઝ દેવા જતો હતો; ત્યાં ઘટી અકસ્માત ની ઘટના !

રિષભ પંત પોતાની માતા ને સરપ્રાઈઝ દેવા જતો હતો; ત્યાં ઘટી અકસ્માત ની ઘટના !

ભારતીય ટીમના યુવા વિકેટકીપર-બેટ્સમેન એવા રિષભ પંતનો આજ સવારે એક ભયંકર માર્ગ અકસ્માત થયો છે જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેના ચાહકોમાં તથા સોશિયલ મીડિયા પર લોકો તેની તબિયત સુધરી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. મોટા મોટા દિગ્ગ્જ ક્રિકેટરોથી લઈને મોટા મોટા અભિનેતાઓ તેમજ ચાહકો હાલ આ ખિલાડીની પ્રાર્થના કરી રહ્યા છે કે તેને કઈ ન થાય.પંત જયારે પોતાના ઘરે કાર લઈને આવી રહ્યો હતો ત્યારે તેની સાથે આ ઘટના બની હતી.

જણાવી દઈએ કે આ અકસ્માત રૂડકીના નારસન બોર્ડર પર હમ્મદપૂર ઝીલ નજીક થયો હતો જેમાં પંતની કાર રસ્તાની રેલિંગ સાથે અથડાતા કારનો બુકડો તો બોલી જ ગયો હતો પણ તેની સાથો સાથ કારમાં આગ પણ લાગી ચુકી હતી. હાલ દેહરાદૂનની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે જ્યા ડોકટરોનું કેહવું છે કે રિષભ પંતની સર્જરી કરવામાં આવશે અને વધારે સારવાર આપવામાં આવશે. હાલ આ અકસ્માતનું મુખ્ય કારણ પણ સામે આવી ચૂક્યું છે.

અમુક એહવાલો અનુસાર સામે આવ્યું છે કે રિષભ પંત તેની માતાને જન્મદિવસની સરપ્રાઈઝ આપવા માટે રૂડકી જઈ રહ્યો હતો, એવામાં તે કારમાં એકલો હતો અને જેવો તે નારસન બોર્ડર પર હમ્મદપૂર તળાવ નજીક પોહચયો તો ત્યાં તેને એક ઊંઘની જપકી આવી જતા કાર સીધી રેલિંગ સાથે અથડાય હતી. રેલિંગ સાથે કાર અથડાતા કારમાં આગ લાગી ચુકી હતી જે બાદ પંતે કારના કાચ ખોલીને તેમાંથી કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો.

હાલ આ અકસ્મતની સાથે જોડાયેલ એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કાર કેટલી ઝડપ સાથે રેલિંગ સાથે અથડાય રહી છે, કારની હાલત પરથી જ તમે જોઈ શકો છો કે આ અકસ્માત કેટલો બધો ગંભીર હશે. હાલ સ્થાનિક પોલીસ દ્વારા આ ઘટના અંગે પુરી તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો દરેક ક્રિકેટ લવર થતા અનેક સુપરસ્ટારોના મનમાં ફક્ત રિષભ પંત માટે પ્રાર્થના જ છે અને આપણે પણ એવી પ્રાર્થના કરીકે આ ખિલાડીને જલ્દમાં જલ્દ સારું થઇ જાય.

આ ઘટના અંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ અધિકારીઓને પૂછતાછ કરી હતી અને ક્રિકેટરના હાલચાલ પૂછયા હતા.મુખ્યમંત્રી શ્રીએ રિષભ પંતના સારા સ્વાસ્થ માટે પ્રાર્થના કરી હતી અને સારવારમાં કોઈ પણ પ્રકારે ખિલાડીને કોઈ જરૂર પડે તરત જ મદદનો હાથ લંબાવી દીધો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *