રગડાએ આખા પરિવારનું નસીબ બદલી નાખ્યું, જાણો સરગમ ફૂડના માલિકની લારીથી મોટી હોટલ સુધીની કહાની…

રગડાએ આખા પરિવારનું નસીબ બદલી નાખ્યું, જાણો સરગમ ફૂડના માલિકની લારીથી મોટી હોટલ સુધીની કહાની…

કોઈપણ કામ નનુ નથી હોતું. આપડા હાથમાં છે કે કોઈ નાના કામને કઈ રીતે મોટું બનાવવું પણ આજના મોટાભાગના યુવાનોને રાતમાં કરોડપતિ બની જવું છે અને કોઈની મહેનત નથી કરવી અને સફળ થવું છે. આજે અમે તમને એક એવી કહાની વિષે જણાવીશું કે જે આજના યુવાનો માટે ખુબજ પ્રેરણાદાયક છે.

રાજકોટના ભરત ભાઈએ ૧૯૮૭ માં પોતાના પરિવારના ભરપોષણ માટે.રગડાગી એક લારીની શરૂઆત કરી હતી. ભરત ભાઈ એ સમયે રગડો અને દાબેલી જ વહેંચતા હતા. ધીરે ધીર લોકોને તેમનો સ્વાદ ખુબજ પસંદ આવવા લાગ્યો તેમની લારીએ જે પણ લોકો આવતા ભરત ભાઈ તેમને ખુબજ પ્રેમથી જમાડતા હતા.

તેમને પોતાનું નામ બનાવવા માટે ખુબજ મહેનત કરી અને તે સમયે પણ લોકો દૂર દૂરથી તેમનો રગડો અને દાબેલી ખાવા માટે આવતા હતા.તેમના દીકરાઓએ પણ આજે તેમની આ મહેનત જાળવી રાખી છે.

તેમના દીકરા ચેતન ભાઈએ આજે લારી માંથી સસરગામ ફૂડની મોટી હોટલ ઉભી કરી દીધી આજે તે બધાની મહેનત રંગ લાવી છે. આજે લોકો દૂર દૂરથી તેમની ત્યાં નાસ્તો કરવા માટે આવે છે. દીકરાઓએ બાપ દાદા એ શરૂ કરેલી લારીને હોટલ સુધી પહોંચાડી.

આજે સફળતાની અલગ જ ઊંચાઈ હાસિલ કરી છે. જે આજના યુવાનોને ઘણું શીખવાડે છે જો તમને કોઈ સારી નોકરી ના મળે તો તમે તમારી પાસે રહેલી વસ્તુઓ પાછળ મહેનત કરીને તે વસ્તુને મોટી બનવી શકો છો અને સફળતા પ્રાપ્ત કરી શકો છો. બધું જ આપડા હાથમાં રહેલું છે. આજે મોટા મોટા લોકો પણ સરગમ ફૂડમાં નાસ્તો કરવા માટે આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *