75 રૂપિયાથી પણ સસ્તું થઈ જશે પેટ્રોલ! આ નિર્ણય મામલે કેન્દ્રએ કહ્યું અમે તૈયાર, શું કરશે રાજ્યો?

75 રૂપિયાથી પણ સસ્તું થઈ જશે પેટ્રોલ! આ નિર્ણય મામલે કેન્દ્રએ કહ્યું અમે તૈયાર, શું કરશે રાજ્યો?

પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર છે, પરંતુ રાજ્યોની સંમતિ જરૂરી છે. જોકે કેન્દ્રીય મંત્રીના આ નિવેદનથી ઘણા લોકો ખુશ છે,

કારણ કે જો પેટ્રોલ GSTના દાયરામાં આવે છે, તો પેટ્રોલ ઘણું સસ્તું થઈ શકે છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે જો પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરવામાં આવે તો પેટ્રોલ-ડીઝલ કેટલું સસ્તું થશે ? તમને જણાવી દઈએ કે જો રાજ્યો પણ આ દિશામાં પહેલ કરે તો શું ફાયદો થશે અને પેટ્રોલ પર શું સિસ્ટમ છે.

GST અંગેની અગાઉની બેઠકોમાં ભાજપના સાંસદ સુશીલ મોદીએ પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા અંગે કહ્યું હતું કે તેનાથી રાજ્યોને સામૂહિક રીતે વાર્ષિક 2 લાખ કરોડનું નુકસાન થશે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, જો પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવામાં આવે તો કેન્દ્ર સરકાર ખુશ થશે,

પરંતુ રાજ્ય સરકારો તેમ કરવા માંગતી નથી. વધતી જતી મોંઘવારીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને રોષે ભરાયેલા સામાન્ય લોકોથી માંડીને અનેક અર્થશાસ્ત્રીઓ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવને જીએસટીમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે.

આ રીતે સમજો ટેક્સનું ગણિત
પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર લગભગ 50% ટેક્સ લાગે છે. ઘણા રાજ્યોમાં આ આંકડો 50 ટકાથી વધુ છે. આવી સ્થિતિમાં જો કોઈ સામાન્ય માણસ એ સમજવા માંગે છે કે, તેણે એક લિટર પેટ્રોલ પર કેટલો ટેક્સ ચૂકવ્યો છે, તો તે આ ઉદાહરણથી સમજી શકે છે.

જો તમે એક લિટર પેટ્રોલ માટે 105.41 રૂપિયા ચૂકવો છો, તો 49.09 રૂપિયા ટેક્સ તરીકે સરકારી તિજોરીમાં જાય છે. તેના પર રૂ. 27.90ની આબકારી જકાત અને રૂ. 17.13નો વેટ (ડીલર કમિશન પર વેટ સામેલ) વસૂલવામાં આવે છે. આમાં ડીલરનું કમિશન 3.86 રૂપિયા પ્રતિ લીટર છે.

બીજી તરફ ડીઝલની વાત કરીએ તો ધારો કે દિલ્હીમાં ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર છે. તેમાંથી 38 રૂપિયાથી વધુ સરકારની તિજોરીમાં જાય છે. એક્સાઇઝ ડ્યુટી અને વેટ સિવાયના ડીલર સહિત,

એક લિટર ડીઝલમાંથી રૂ. 58.16 સરકારના હિસ્સામાં જાય છે. આ એક લિટર ડીઝલની કિંમતના લગભગ 60 ટકા છે. જો આંકડાઓની વાત કરીએ તો દર વર્ષે સરકારને પેટ્રોલ અને ડીઝલમાંથી લગભગ 4 લાખ કરોડ રૂપિયાની કમાણી થાય છે.

ડીઝલ અને પેટ્રોલ કેટલું સસ્તું થશે ?
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 46 ટકા સુધીનો ટેક્સ સામેલ છે. જ્યારે તેને GSTમાં સામેલ કરવામાં આવશે, તો GSTનો સૌથી વધુ સ્લેબ હોવા છતાં તેના પર ફક્ત 28% ટેક્સ રહેશે.

આ રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે. ત્યાર બાદ જ આ ટેક્સ મૂળ કિંમત પર ભરવાનો રહેશે. આ પછી, રાજ્યો દ્વારા વસૂલવામાં આવતો વેટ નાબૂદ કરવામાં આવશે. ત્યારબાદ સિસ્ટમ ગેસ સિલિન્ડર જેવી હશે. જે સામાન્ય લોકો માટે મોટી રાહત હશે.

રિસર્ચ ટીમના વિશ્લેષણ મુજબ જો પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં સામેલ કરવામાં આવે તો દેશભરમાં તેની કિંમત ઘટી શકે છે. આવી સ્થિતિમાં પેટ્રોલ 75 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 68 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે. જો કે,

તે તેના પર પણ નિર્ભર કરે છે કે સરકાર પેટ્રોલ અને ડીઝલનો કયા જીએસટી સ્લેબમાં સમાવેશ કરે છે. આ પછી જ GST લાગુ થયા પછીના ચોક્કસ દરો જાણી શકાશે.

મહત્વનું છે કે, એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે લગભગ 10-11 હજાર કરોડ લિટર ડીઝલનું વેચાણ થાય છે અને 3-4 હજાર કરોડ લિટર પેટ્રોલમાં ભેળવીને લગભગ 14 હજાર કરોડ લિટર ડીઝલ-પેટ્રોલ વેચાય છે.

GSTના દાયરામાં આવતા પેટ્રોલ-ડીઝલને કારણે કેન્દ્ર અને રાજ્યને 4.10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. આવી સ્થિતિમાં આ નુકસાનની ભરપાઈ કરવી એક પડકાર બની રહેશે.

નુકશાનીના વળતર માટે બે વિકલ્પો
આ નુકસાનની ભરપાઈ કરવા માટે, 28% GST ઉપરાંત સરચાર્જ લાદવો જોઈએ. કેન્દ્ર સરકાર લક્ઝરી કાર પર પણ સરચાર્જ વસૂલે છે. આવી સ્થિતિમાં, ભાવ અપેક્ષા કરતા વધુ હોઈ શકે છે.

કેન્દ્ર સરકારે GST પછી પણ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી લગાવવી જોઈએ અને તેનાથી થતી આવક કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વહેંચવી જોઈએ. આ માટે બંને સરકારોએ આ ફોર્મ્યુલા પર સહમત થવું પડશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *