શુક્રવારે માસિક દુર્ગાષ્ટમી:પોષ મહિનાની આઠમ તિથિએ શક્તિ પૂજા કરવાથી દેવી પ્રસન્ન થશે, આ દિવસે વ્રત કરવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે

શુક્રવારે માસિક દુર્ગાષ્ટમી:પોષ મહિનાની આઠમ તિથિએ શક્તિ પૂજા કરવાથી દેવી પ્રસન્ન થશે, આ દિવસે વ્રત કરવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે

આઠમ તિથિની સ્વામી દેવી દુર્ગા છે. એટલે દર મહિનાના સુદ પક્ષમાં આ તિથિએ શક્તિ પૂજા અને વ્રત-ઉપવાસ કરવાનું વિધાન પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. શક્તિ પૂજા સાથે નિયમોનું ધ્યાન રાખીને વ્રત કે ઉપવાસ કરવામાં આવે તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેનાથી બીમારીઓ પણ દૂર થાય છે અને ઉંમર વધે છે. દર મહિને વાતાવરણમાં ફેરફાર થાય છે. જેથી બીમારીઓનું સંક્રમણ વધે છે. એટલે ઋષિઓએ દર વ્રત-ઉપવાસની પરંપરા બનાવી છે. જેથી પાચન સારું રહે છે અને શરીરમાં બીમારીઓ સામે લડવાની તાકાત વધે છે.

પોષ મહિનામાં દેવીની આરાધના
પોષ મહિનામાં ઠંડી હોય છે. આ મહિને બીમારીઓથી બચવા માટે સૂર્ય પૂજા કરવામાં આવે છે. સાથે જ, પુરાણોમાં દેવી પૂજા માટે આઠમ તિથિ નક્કી કરવામાં આવી છે. પોષ મહિનામાં કરવામાં આવતી શક્તિ આરાધનાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. 2022ની છેલ્લી માસિક દુર્ગા આઠમે શક્તિની આરાધના કરવી જોઈએ. જેથી, નવા વર્ષમાં મુશ્કેલીઓ સામે લડવાની તાકાત મળે અને દેવી માતાની કૃપા હંમેશાં બની રહે.

શક્તિ પૂજાની વિધિ

સૂર્યોદય પહેલાં જાગવું અને પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું.
બાજોટ ઉપર લાલ કપડું પાથરવું.
માતા દુર્ગાના મંત્રનો જાપ કરીને મૂર્તિ-સ્થાપિત કરો
લાલ ફૂલ, સિંદૂર, ચોખા, નેવેદ્ય, સિંદૂર, ફળ અને મીઠાઈથી માતા દુર્ગાના બધા સ્વરૂપોની પૂજા કરો
શક્તિની આરાધના માટે મંત્ર જાપ કરો
મંત્ર- या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:॥

આ માસિક આઠમ શારદીય નોરતામાં આવતી આઠમ અને ચૈત્ર નોરતાના ઉત્સવ દરમિયાન આવતી મહાષ્ટમી કે દુર્ગાષ્ટમીથી અલગ છે
આઠમ વ્રતનું મહત્ત્વ
માન્યતા છે કે દરેક હિંદુ માસમાં સુદ પક્ષની આઠમ તિથિએ દુર્ગા આઠમનું વ્રત કરવામાં આવે છે. આ વ્રતને દેવી દુર્ગાનું માસિક વ્રત પણ કહેવામાં આવે છે. મોટાભાગે હિંદુ કેલેન્ડરમાં આઠમ બે વાર આવે છે. એક વદ પક્ષમાં અને બીજી સુદ પક્ષમાં. સુદ પક્ષની આઠમે ખાસ કરીને દેવી દુર્ગાની પૂજા અને વ્રત કરવામાં આવે છે.

આ માસિક આઠમ શારદીય નોરતામાં આવતી આઠમ અને ચૈત્ર નોરતાના ઉત્સવ દરમિયાન આવતી મહાષ્ટમી કે દુર્ગાષ્ટમીથી અલગ છે, જે દેવી દુર્ગાના ભક્તો માટે મહત્ત્વપૂર્ણ દિવસ હોય છે. પરંતુ માસિક આઠમ પણ સાધકો માટે મહત્ત્વપૂર્ણ હોય છે, આ દિવસે વિધિ-વિધાનથી માતા દુર્ગા માટે પૂજા-પાઠ કરવા જોઈએ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *