ડેરીમાંથી દૂધ લાવતા લોકો ચેતી જજો..! આ મહિલાના પરિવાર સાથે કંઈક એવું બન્યું કે વાંચીને તમે પણ હચમચી જશો…
મિત્રો ભારત દેશમાં દિવસેને દિવસે ખાવાની વસ્તુઓમાં થતી ભેળસેળ કરવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. મિત્રો મસાલાથી માંડીને ફ્રુટસ સુધીની તમામ વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવે છે. ત્યારે ઘણા સમય પહેલા બનેલી એક ભેળસેળની ઘટના વિશે આપણે વાત કરવાના છીએ. મિત્રો દૂધ એક એવી વસ્તુ છે જે બાળકોથી લઈને વૃદ્ધ લોકો પિતા હોય છે.
જ્યારે દૂધમાં ભેળસેળ થાય છે ત્યારે પરિવારના લોકો ચિંતામાં મુકાઈ જાય છે. આજે આપણે ભોપાલમાં બનેલા એક કિસ્સાની વાત કરવાના છીએ.મિત્રો તમને જણાવી દઈએ કે ભોપાલમાં આવેલા અશોક ગાર્ડન વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાના ઘરનું દૂધ ઉકાળી રહી હતી. ત્યારે અચાનક જ તે દૂધ ફાટીને રબર જેવું બની ગયું હતું.
મિત્રો આ ઘટના બન્યા બાદ મહિલા ચોકી ઉઠી હતી. મહિલાએ કહ્યું હતું કે તેના પરિવારના આઠ લોકોને છેલ્લા છ મહિનાથી ઝાડા, માથાનો દુખાવો તથા શરીરના દુખાવા જેવી સમસ્યાથી પીડિત રહેતા હતા. હવે આના પાછળનું કારણ જાણવા મળી રહ્યું છે. મિત્રો મહિલાએ જણાવ્યું કે તે તેના ઘરની પાસે આવેલી એક ડેરીમાંથી દૂધ ખરીદે છે.
પરિવારે રબર જેવા બનેલા દૂધનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ રાજ્યના ફૂડ વિભાગે ડેરી પર દરોડા પાડ્યા હતા અને દૂધના સેમ્પલ લીધા હતા અને તપાસ માટે દૂધના સેમ્પલ મોકલાયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના નાઝિયા જમશેદ નામની મહિલા સાથે બની હતી.
નાઝિયાએ કહ્યું હતું કે, છેલ્લા આઠ મહિનાથી તેમના પરિવારના સભ્યો માટે કિસાન દૂધ ડેરીમાંથી દૂધ આવતું હતું. વધુમાં મહિલાએ જણાવ્યું કે સિમ્પલ પોલીથીનની કોથળીમાં કર્મચારીઓ દૂધ ઘરે આપી જતા હતા. છેલ્લા છ મહિનાથી તેમના પરિવારના સભ્યો સતત બીમાર રહેતા હતા. દૂધ પીધા બાદ તેને અનેક વખત ટોયલેટ જવું પડતું હતું અને ભૂખ પણ નહોતી લાગતી.
એટલું જ નહીં પરંતુ પરિવારના સભ્યોને માથા તથા પરિવારનો દુખાવો પણ સતત રહેતો હતો. મહિલાએ જણાવ્યું કે થોડાક દિવસ પહેલા તેને દૂધ ઉકાળવા મૂક્યું ત્યારે અચાનક જ દૂધ ફાટી ગયું હતું અને રબર જેવું બની ગયું હતું. ત્યારે તેને ખબર પડી કે ભેળસેળવાળું દૂધ પીતા હતા જેના કારણે તેમના પરિવારના સભ્યો બીમાર રહેતા હતા.
મહિલાએ જણાવ્યું કે આ વાતની જાણ જ્યારે ડેરીના સંચાલકને થાય ત્યારે તેઓ કેટલાક ઓળખીતા લોકોને લઈને અમારા ઘરે આવ્યા હતા અને પરિવારના તમામ સભ્યોની સારવાર કરાવવાની વાત કરી હતી. આટલું જ નહીં પરંતુ ડેરીના સંચાલકે મહિલાના પરિવારજનોને બદનામ કરવા માટે પૈસા માગતા હોય તેવી કેટલીક ખોટી ફરિયાદો પણ કરાવી હતી. એટલું જ નહીં પરંતુ પોલીસ કર્મચારીઓએ પણ ડેરીના સંચાલકના વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે અમને ધમકાવ્યા હતા.