અમદાવાદ ના પટેલ યુવાને અમેરિકા ના વિઝા લેવાના ચક્કર મા 15 લાખ રુપીઆ ગુમાવ્યા ! એવી રીતે છેતરપિંડી થઈ કે જાણી ને…

અમદાવાદ ના પટેલ યુવાને અમેરિકા ના વિઝા લેવાના ચક્કર મા 15 લાખ રુપીઆ ગુમાવ્યા ! એવી રીતે છેતરપિંડી થઈ કે જાણી ને…

આજે દરેક યુવાનોને વિદેશ જવાનું સપનું હોય છે. આ સપનાને પૂરું કરવા તેઓ કઇ પણ કરવા તૈયાર હોય છે પરંતુ કહેવાયને કોઇપણ કામ તમે ઉતાવળે અથવા ગેરરીતે કરો તો તેનું પરિણામ પણ ખરાબ આવે છે.

હાલમાં જ જાણવા મળ્યું છે કે,અમદાવાદ ના પટેલ યુવાને અમેરિકા ના વિઝા લેવાના ચક્કર મા 15 લાખ રુપીઆ ગુમાવ્યા ! એવી રીતે છેતરપિંડી થઈ કે જાણી ને તમે પણ ચોંકી જશો.

વસ્ત્રાલમાં રહેતા 38 વર્ષીય સાથે યુએસના વિઝાનામે 15 લાખની ઠગાઇ થઈ. આ કારણે તેમણે વ પાંચ શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંગે વધુ જણાવીએ તો એક શખ્સે તો પોતાની ઓળખ યુએસ એમ્બસીના અધિકારી તરીકે આપી હતી.

બુધવારે રવિન્દ્ર પટેલ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ એક ફાર્મા કંપની માટે કામ કરે છે અને યુએસમાં સ્થાયી થવાની ઈચ્છા ધરાવે છે.

તેમણે ઈન્ટરનેટ પર થોડી શોધખોળ કરી હતી અને ઓક્ટોબર 2020માં એક પેજ મળ્યું હતું જે કથિત રીતે મુંબઈમાં યુએસ કોન્સ્યુલેટ જનરલનું હતું. બાદમાં આશિષ પટેલ નામના એક શખ્સનો ફોન આવ્યો હતો અને તેમણે પોતાની ઓળખ અમેરિકન એમ્બસીના અધિકારી તરીકે આપી હતી,

આશિષે રવિન્દ્ર પટેલ વિઝિટર વિઝા આપીને ટૂરનું આયોજન કર છે એવું ફરિયાદીને જણાવ્યું અને રવિન્દ્રને પોતાના આસિસ્ટન્ટ વિરલ શાહનો નંબર આપ્યો હતો. જેથી વિરલ શાહ વિઝાની પ્રક્રિયા સમજાવીને કામ આગળ વધારી શકે.

વિઝા તેમજ અમેરિકાની ટૂરનો ખર્ચ 15 લાખ રૂપિયા થશે.જેમાં 18,000 રૂપિયા એપ્લિકેશન ફી, 3.40 લાખ રૂપિયા હોટેલ બુકિંગના અને 1.8 લાખ રૂપિયા ફ્લાઈટ બુકિંગમાં અને, બાકીની રકમ બોન્ડ તરીકે તેઓ જમા રાખતા અને ટૂર પૂરી થયા પછી પરત આપશે.

રવિન્દ્ર પટેલે રકમ ચેકથી આપવાનું કહ્યું હતું પરંતુ વિરલે કહ્યું કે, તેઓ સરકારી કર્મચારીઓ હોવાથી સ્વીકારી નહીં શકે. જે બાદ ફરિયાદીએ પીએમ એન્ટરપ્રાઈઝને 14.97 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ઓક્ટોબર 2020થી ઓગસ્ટ 2020 વચ્ચે બાપુનગરમાં આવેલી એક આંગડિયા પેઢી થકી તેમણે આ રકમ ચૂકવી હતી.

જે બાદ રવિન્દ્રને પોતાના ડૉક્યુમેન્ટ્સ લઈને મુંબઈ જવાનું કહેવામાં આવ્યું હતું. ઓક્ટોબર 2020માં તે મુંબઈ ગયો હતો અને આશિષે તેને મુંબઈમાં વિઝા ઓફિસની બહાર મળવા બોલાવ્યો હતો.

ડૉક્યુમેન્ટ્સ લઈ લીધા બાદ વિઝા માટે રવિન્દ્ર પટેલને ફોન કરશે. બાદમાં જ્યારે રવિન્દ્ર પટેલે આશિષને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે, તે યુએસમાં છે અને જ્યારે એમ્બસી માટે કામ કરી રહ્યો હોય ત્યારે દરેક ક્લાયન્ટ સાથે વ્યક્તિગત રીતે વાત ના કરી શકે.

જ્યારે રવિન્દ્રએ વિરલને ફોન કર્યો ત્યારે તેણે ઠાલાં વચનો આપ્યા અને પછી તેનો ફોન બંધ આવવા લાગ્યો. જેથી રવિન્દ્રએ સાયબર ક્રાઈમ પોલીસ પાસે આશિષ પટેલ અને તેના કથિત સાગરિતો વિરલ શાહ, ડેવિડ ફર્નાન્ડિઝ, ભાવિક શાહ અને સુરેશ સામે ફરિયાદ નોંધાવી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *