માતા પિતાએ દીકરાના સારા ભવિષ્ય માટે તેને હોંશે હોંશે લંડન ભણવા માટે મોકલ્યો પણ લંડનથી આવ્યો એવો ફોન કે માતા પિતાના બધા જ સપના પાણીની જેમ વહી ગયા.
આજે મોટાભાગના યુવાનોનું વિદેશમાં જઈને સેટલ થવાનું સપનું હોય છે. અને પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે માતા પિતા પણ હોંશે હોંશે પોતાના બાળકોને વિદેશ ભણવા માટે મોકલતા હોય છે કે જેનાથી તેમનું જીવન તો સેટ થઇ જાય.
પણ અમુકવાર એવી ઘટનાઓ ઘટી જતી હોય છે કે જેનાથી આખા પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ જતો હોય છે.આવી જ એક ઘટના અજમેરથી સામે આવી છે. જ્યાં સુજલ નામનો યુવક વિદેશ ભણવા માટે જવું હતું અને તે લંડન ભણવા માટે ગયો હતો.
માતા પિતા પણ ખુબજ ખુશ હતા દીકરો વિદેશમાં ભણતો હતો માટે. માતા પિતાને હવે દીકરાના ભવિષ્યની કોઈ ચિંતા નહતી કારણ કે દીકરો હવે વિદેશમાં સેટલ થઇ જશે. માતા પોતાના દીકરા સાથે દરરોજ વાતો કરતી હતી.
એક દિવસ દીકરાનો ફોન ના લાગ્યો અને તેની ૧૦ મિનિટ પછી દીકરાના મિત્રનો ફોન આવ્યો અને તેને જે વાત કરી તેનાથી આખા પરિવારમાં માતમ છવાઈ ગયો. સુજલના મિત્રએ તેમાં ફોન કરીને જણાવ્યું કે અમે બધા મિત્રો એક સાથે દરિયા કિનારે ફરવા માટે ગયા હતા.
ત્યાં અચાનક જ તુફાન આવી જતા બધા લોકો અટવાઈ ગયા હતા.મદદ મળે તેની પહેલા જ સુજલ ગુમ થઇ ગયો હતો અને તેની ઘણી શોધ ખોળ કરી પણ તેનો કોઈ આત્તો પત્તો ના લાગ્યો. આ સાંભળીને માતા ફોન પર જ પોક મૂકીને રડવા લાગી હતી.
આખરે લંડન પોલીસને બીજા દિવસે ૬ વાગે સુજલનો મૃતદેહ મળી આવતા. માતા પિતાએ દીકરા માટે જોયેલા બધા જ સપના પાણીમાં જતા રહયા. આજે આખા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.