રિક્ષા સરખી ચલાવવાનું કહેતા ચાલક ઉશ્કેરાયો, લાકડાથી PAAS નેતા અલ્પેશ કથીરિયાનો હાથ ભાગી નાખ્યો
સુરતઃ PAASના કન્વીર અલ્પેશ કથીરિયા પર હુમલો થયાની ઘટના સામે આવી છે. એક રિક્ષાચાલકને અલ્પેશ કથીરિયાએ રિક્ષા સરખી ચલાવવાનું કહ્યું હતું. જે બાદ રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો.
બાદમાં રિક્ષા ચાલકે અલ્પેશ કથીરિયા પર લાકડાથી હુમલો કર્યો હતો. લાકડાના ફટકા મારતા અલ્પેશ કથીરિયાનો હાથ ભાગી ગયો હતો. આ દરમિયાન આસપાસથી લોકોનાં ટોળા દોડી આવ્યા હતા અને ભારે ટ્રાફિક જામ થયો હતો. રસ્તા પર જ આ હિંસક ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરી સર્જાઈ હતી.
ટોળાએ રિક્ષાચલાકને પકડવાનો પ્રયાસ પણ કર્ય હતો પણ તે ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. જ્યારે અલ્પેશ કથીરિયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં આખો મામલો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
રિક્ષા ચાલક બેફામ ડ્રાઈવિંગ કરતો હતો
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુરતના કાપોદ્રા વિસ્તારમાં પાટીદર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો થવાની ઘટના સામે આવી છે. અલ્પેશ કથીરિયા પોતાના કોઈ સગા સંબંધીના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા. આ સમયે તેઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા.
તેઓ બાઈક પર હતા અને આગળ એક રિક્ષા જઈ રહી હતી. રિક્ષા ચાલક બેફામ ડ્રાઈવિંગ કરતો હોવાથી અલ્પેશ કથીરિયાએ તેને રોક્યો હતો. બાદમાં રિક્ષા સરખી ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો.
રિક્ષા સરખી ચલાવવાનું કહેતા હુમલો કર્યો
ત્યારે રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે રિક્ષામાંથી લાકડી બહાર નીકળી હતી અને પછી અલ્પેશ કથીરિયા પર હુમલો કર્યો હતો. રિક્ષા ચાલકે અલ્પેશ કથીરિયાને ત્રણ ફટકા મારતા તેમના હાથમાં ઈજા પહોંચી હતા.
આ દરમિયાન આસપાસના લોકો પણ ઉમટી પડ્યા હતા. લોકોએ રિક્ષા ચાલકને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમ છતા રિક્ષા ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ, અલ્પેશ કથીરિયાને હાથના ભાગે ઈજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.