એક સમયે પાણી વેચતી કંપનીના માલિક પર લોકો હસતા હતા પણ હિંમત હાર્યા વગર આગળ વધતા રહ્યા અને આજે ૧૫૬૦ કરોડની બિસલેરી કંપની ઉભી કરી દીધી.
જેટલા પણ લોકો તેમના જીવનમાં આજે ટોચ પર પહોંચ્યા છે એ બધા જ લોકોએ તેમના જીવનમાં ઘણા એવા સંઘર્ષો વેઠ્યા હશે અને આજે તેમની મહેનતથી જ ટોચ સુધી પહોંચ્યા છે. આજે એક એવી જ કંપની વિષે જાણીએ જેઓએ અહીંયા સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે.
આજે આ કંપની ૧૫૦૦ કરોડની એક બ્રાન્ડ બની ગઈ છે.બિસલેરી કંપનીના સ્થાપક ઇટાલિયન બિઝનેસમેન Felice Bisleri છે, તેઓએ આ કંપનીની શરૂઆત ઈટાલીના મિલાનમાં કરી હતી. વર્ષ ૧૯૨૧ માં તેમનું મૃત્યુ થઇ ગયું અને તેમના પરિવારિક વ્યક્તિ ડૉક્ટર રોઝિઝ કંપનીના માલિક બન્યા હતા.
એ સમયે ભારતીય એક ઉદ્યોગપતિ ખુસરો સંતુકના પિતા આ કંપનીમાં સલાહકાર હતા.જે ડોક્ટર રીઝિઝના મિત્ર હતા બંનેએ એવું નક્કી કર્યું કે તેઓ આ બિસલેરીને આગળ વધારે જેથી ૧૯૬૫ માં તેઓએ મુંબઈના થાણે બિસલેરીનો પ્લાન્ટ ચાલુ કર્યો હતો.
એ સમયે લોકોએ ખુસરો સંતુકને પર લોકો હસતા હતા. એ સમયે તેઓએ પાણી અને સોડા બંને લોન્ચ કર્યું અને એ સમયે લોકો પાણી વેંચતા જોઈને હસતા હતા.પણ તેઓએ હિંમત હારી નહતી અને આગળ વધતા રહ્યા અને અંતે તેઓએ તેમની આ કંપની વેચવાનું નક્કી કર્યું.
જેને વર્ષ ૧૯૬૯ માં ૪ લાખ રૂપિયામાં પાર્લે કંપનીના ચૌહાણ બ્રધર્સને આપી હતી. આમ તેઓએ કેટલીક પ્રોડક્ટ લોન્ચ કરી અને તે ચાલી હતી. આમ ૧૯૭૦ થી ૧૯૯૯ સુધીમાં બજારમાં બાદશાહ બની ગઈ હતી.