Omicrom BF.7: વિદેશથી આવતાં તમામ મુસાફરો માટે એરપોર્ટ પર ફરીથી ટેસ્ટિંગ શરૂ, રાજ્યોએ પણ કસી કમર

Omicrom BF.7: વિદેશથી આવતાં તમામ મુસાફરો માટે એરપોર્ટ પર ફરીથી ટેસ્ટિંગ શરૂ, રાજ્યોએ પણ કસી કમર

નવી દિલ્હીઃ દેશના તમામ એરપોર્ટ પર વિદેશથી આવતાં મુસાફરો માટે ફરીથી કોવિડ ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. ચીનથી કોરોના વાયરસના એક નવા વેરિયન્ટ BF.7ના ફેલાવાના(Covid Variant Omicron BF.7) જોખમને ટાળવા માટે સરકારે કડક પગલાની જાહેરાત કરી છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે બેઠકમાં જણાવ્યું હતું કે કોવિડ હજી ગયો, તેથી ખાસ કરીને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દેખરેખનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો જોઈએ. ત્યારબાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે સાંજે જ તમામ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય મુસાફરોનો ટેસ્ટ(COVID Testing At Airports) કરવા માટે આદેશ આપ્યો હતો.
USAમાં પકડાઈ જવાય તો શું કરવાનું? મેક્સિકો પહોંચેલા કલોલના કપલને એજન્ટે શું કહ્યું હતું?

કોરોના વાયરસ અંગે ભારત એલર્ટ, વડાપ્રધાન મોદીએ યોજી હાઈ લેવલ મીટિંગ

એક સુવિધા ફોર્મ જરૂરી કરવા અંગે વિચાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે કહ્યું હતું કે, ચીન અને અન્ય દેશોમાંથી આવતા મુસાફરો માટે મુસાફરીના 12 કલાક પહેલા કરાવવામાં આવેલા RT-PCR ટેસ્ટની વિગતો આપવા અથવા રસી લીધી હોવાના પૂરાવા સંબંધિત ‘એર સુવિધા’ ફોર્મ ફરીથી ફરજિયાત કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. ચીન અને અન્ય કેટલાક દેશોમાં કોરોના વાયરસના(Coronavirus Outbreak ) સંક્રમણના કેસોમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં રાખીને દેશમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરવા બુધવારે મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી.

કોરોનાને લઇ બુધવારે યોજાઈ હતી બેઠક
બુધવારે યોજાયેલી બેઠકમાં નિષ્ણાતો અને વરિષ્ઠ અધિકારીઓએ સતત દેખરેખ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જો કે તેમણે કોરોનાના કેસમાં એકંદરે કોઈ વધારો ન થયો હોવાનું જણાવ્યું હતું. મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ‘કોરોના હજી ગયો નથી. મેં તમામ જવાબદાર અધિકારીઓને સતર્ક રહેવા અને તકેદારી વધારવા કહ્યું છે. અમે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ’. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં એક દિવસસાં કોરોનાના 185 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 3,402 થઈ હતી.

અમદાવાદ: 25થી 31 ડિસેમ્બર યોજાશે કાંકરિયા કાર્નિવલ, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાશે

Covid- 19 રાજ્યમાં પણ કડક બંદોબસ્ત
રાજ્ય સરકારોએ પણ કોરોના સામે સાવચેતીના પગલા લેવાનું શરૂ કર્યું છે. કેન્દ્રની સલાહ પ્રમાણે, બિહારના એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. બિહારના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા માટે મોલ, શોપિંગ સેન્ટર અને થિયેટર માટે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. એરપોર્ટસ રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર એપિડ એન્ટિજેન ટેસ્ટ કરવા, શંકાસ્પદ કેસોને આરટી પીસીઆર ટેસ્ટ અને જીનોમ સિક્વન્સિંગ માટે હોસ્પિટલોમાં મોકલવા માટે કહેવામાં આવ્યું છે.

Coronavirus Guidelines પર્યટન સ્થળો પર સ્ક્રીનિંગ શરૂ

કર્ણાટક સરકારે પણ માસ્ક પહેરવાનો નિયમ ફરજિયાત કર્યો છે. મધ્યપ્રદેશ, ઉત્તરાખંડમાં પણ પોઝિટિવ કેસમાં જીનોમ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ ભીડભાડવાળી જગ્યાએ માસ્ક વગર ન જવાની લોકોને સલાહ આપી છે. પર્યટન સ્થળો પર ફરીથી સ્ક્રીનિંગ શરૂ કરાયું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *