અરે બાપ રે…! ‘તારક મહેતા’ શો ના બબીતાજીને નડ્યો અકસ્માત- સમાચાર સાંભળી રડી પડ્યા ચાહકો
ફેમિલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashma)’ દરેકનો ફેવરિટ છે. શોમાં જોવા મળેલી ગોકુલધામ સોસાયટી(Gokuldham Society) અને તેમાં રહેતા પાત્રો ચાહકોને ખૂબ જ પસંદ છે. બબીતાજી(Babita JI) તેમાંથી એક છે. અભિનેત્રી મુનમુન દત્તા(Munmun Dutta) બબીતા જીનું પાત્ર ભજવી રહી છે. આ દિવસોમાં મુનમુન જર્મનીમાં એન્જોય કરી રહી છે. દરમિયાન, તેણે જણાવ્યું કે તેનો અકસ્માત થયો હતો. પહેલા ચંપકચાચા ને હવે બબીતાજીનું અકસ્માત(Accident) થતા ચાહકો રડી પડ્યા હતા.
બબીતાજીનો થયો અકસ્માત:
મુનમુન દત્તાને જર્મનીમાં એક નાનો અકસ્માત થયો છે. તેણે ખુદ ઈન્સ્ટાગ્રામની મદદથી ફેન્સને આ સમાચાર આપ્યા છે. ટ્રાવેલ લવર મુનમુન દત્તાએ લગભગ એક અઠવાડિયા પહેલા તેની યુરોપ ટ્રીપ શરૂ કરી હતી. તે હાલમાં જ સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મનીની મુલાકાતે ગઈ છે. પરંતુ કમનસીબે અભિનેત્રી જર્મનીમાં અકસ્માતનો ભોગ બની હતી.
પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મુનમુન દત્તાએ જણાવ્યું કે, ‘મારો જર્મનીમાં એક નાનો અકસ્માત થયો હતો. મારા ડાબા ઘૂંટણમાં ખૂબ જ ઈજા થઇ છે. તેથી મારે મારી ટ્રીપને વચ્ચે જ મુકીને ઘરે પાછા આવવું પડશે. આ સાથે તેણે તૂટેલા દિલ વાળું ઈમોજી પણ મુક્યું છે. સ્વાભાવિક છે કે મુનમુન અચાનક ટ્રીપ ખતમ થવાથી ખુશ નથી.
જર્મની પહેલા મુનમુન સ્વિટ્ઝર્લેન્ડમાં હતી. બે દિવસ પહેલા મુનમુન સ્વિટ્ઝર્લેન્ડના ઈન્ટરલેકનથી જર્મની જવા માટે ટ્રેન પકડી હતી. તેણીએ જ્યારે તે કોઈના ઘરે હોમસ્ટે કરી રહી હતી ત્યારે તેણે જે સ્વાદિષ્ટ ભોજન લીધું હતું તેની તસવીર પણ શેર કરી હતી. આ સાથે અભિનેત્રીએ રોમાન્સ માટે બોલિવૂડના સૌથી ફેવરિટ શૂટિંગ ડેસ્ટિનેશનમાં તેના રોકાણની ઘણી શાનદાર તસવીરો પણ શેર કરી છે. અને સ્વિત્ઝર્લેન્ડમાં હોટ ચોકલેટની પણ મજા માણી હતી.
મુનમુન દત્તા વર્ષોથી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ છે. તેના પાત્ર બબીતા જી અને અભિનેતા દિલીપ જોશીના પાત્ર જેઠાલાલ વચ્ચેની મજા ચાહકોને ગમે છે. બબીતા જી જેઠાલાલના એકતરફી પ્રેમથી અજાણ છે અને આના કારણે તે ક્રેઝી વસ્તુઓ કરે છે, જે જોવામાં દર્શકો માટે મજા આવે છે.