નીતા અંબાણી નું સ્નાનગૃહ એવું આલીશાન છે કે તેની કિંમત માં એક મોટો બંગલો બની જાય તસવીરો જોઈ મગજ કામ નહીં કરે,
ભારતના ધનિક વ્યક્તિ એટલે મુકેશ અંબાણી. મુકેશ અંબાણી પોતાના બિઝનેસને લઈને ખાસ એવા ચર્ચામાં હોય છે. પરંતુ તેનો પરિવાર તેના જીવનને લઈને ખાસ એવા ચર્ચા નો વિષય બને છે.
મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની વાત કરીએ તો આજે તે ભારતમાં સૌથી ધનિક મહિલા છે. એટલે કે તે તેના શોખ આરામથી પૂરા કરી શકે છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર મુંબઈના ધનિક વિસ્તારમાં રહે છે અને તેના ઘરનું નામ છે એન્ટિલિયા.
27 માળના આ ઘરમાં 600 જેટલા કર્મચારીઓને ઘરની દેખરેખ માટે રાખવામાં આવેલા છે. પરિવાર પાસે એક થી એક ચડિયાતી વસ્તુઓ આવેલી છે. આજે અમે તમને મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીના બાથરૂમ વિશે જણાવીશું કે કેવી કેવી સિસ્ટમ તેના બાથરૂમમાં ફીટ કરેલી છે. નીતા અંબાણીનું બાથરૂમ સંપૂર્ણપણે ઓટોમેટીક છે. એટલે કે તે એક કોમ્પ્યુટર સિસ્ટમ સાથે કનેક્ટ કરેલું છે.
જેની મદદથી તમે રૂમનું અને પાણીનું તાપમાન સેટ કરી શકો છો. આ સાથે બાથરૂમમાં લાઇટિંગ ફીટ કરેલી છે જો તમારે સ્નાન કરવું હોય તો તમારી આજુબાજુમાં રહેલી દીવાલો ઉપર તમે જે દ્રશ્યો સેટ કરવા હોય તેવા દ્રશ્યો સેટ કરી શકો છો. જો તમારે ધોધ બાજુમાં નહવાનો લ્હાવો લેવો હોય તો તેવા દ્રશ્યો સેટ કરી શકો છો. પહાડી વિસ્તારમાં નાહવું હોય તો તેવા દ્રશ્યો સેટ કરી શકો છો.
એટલું જ નહીં આ બાથરૂમમાં મોંઘી અને લક્ઝરીએ સાઉન્ડ સિસ્ટમ સેટ કરેલી છે. જેના મદદથી તમે તમારું મનપસંદ ગીત પણ સાંભળી શકો છો. આ બાથરૂમમાં મોંઘા નળ અને માર્બલ પણ લગાવવામાં આવેલા છે. આ બાથરૂમની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે.
આજે અંબાણી અને તેનો પરિવાર જે આલેશાન ઘરમાં રહે છે તેનું બાથરૂમ પણ ખાસ આલીશાન રીતે બનાવવામાં આવેલું છે. અંબાણી પરિવાર આજે ખૂબ જ વૈભવી રીતે જીવન જીવી શકે છે માત્ર ભારત માં જ નહીં વિદેશમાં પણ તેની અનેક સંપત્તિઓ છે.