મુકેશ અંબાણી ટૂંક સમય માં કરશે બિઝનેસ માં મોટો ધડાકો મુકેશ અંબાણી ના હાથે લાગી છે મોટી ડીલ સાંભળી ને આંખો ફાટી જશે,
ભારતના સૌથી ધનિક વ્યક્તિ એટલે મુકેશ અંબાણી. મુકેશ અંબાણી મુંબઈના ધનિક વિસ્તારમાં એન્ટેલિયા નામના બંગલોમાં રહે છે. 27 માળના આ બંગલોમાં 600 જેટલા કર્મચારીઓ તેને દેખરેખ માટે રાખવામાં આવેલા છે.
મુકેશ અંબાણી ને માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ સંપત્તિઓનો ઢગલો છે. મુકેશ અંબાણી દિન પ્રતિદિન પોતાની સંપત્તિમાં વધારો કરતા જાય છે. થોડા સમય પહેલા દુબઈમાં એક મોટો બંગલો ખરીદ્યો હતો.
એવામાં મુકેશ અંબાણીને હાથે એક એવી ડીલ લાગી છે કે જેને સાંભળીને લોકો પણ ચોકી ઉઠ્યા છે. આ ડીલની વાત કરવામાં આવે તો તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ચેન્નાઈમાં દેશમાં પ્રથમ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્ક (MMLP) બનાવશે. આ અત્યાધુનિક ફ્રેટ હેન્ડલિંગ ફેસિલિટીને ટ્રાન્સપોર્ટના બહુવિધ મોડ્સની ઍક્સેસ હશે અને તેને ત્રણ તબક્કામાં વિકસાવવામાં આવશે.
પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી મોડમાં બનેલા આ પ્રોજેક્ટની કિંમત લગભગ 1424 કરોડ રૂપિયા છે. રિલાયન્સ આમાં લગભગ 783 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી. તેનો પ્રથમ તબક્કો 2025 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ સાથે તેનું કોમર્શિયલ ઓપરેશન શરૂ થશે.
આ માટે 5.4 કિલોમીટર લાંબો ફોર લેન નેશનલ હાઈવે બનાવવામાં આવશે. તેની કિંમત 104 કરોડ રૂપિયા હશે. આ સાથે 10.5 કિમી લંબાઈની નવી રેલ સાઈડિંગ બનાવવામાં આવશે.
તેના પર 217 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. ગૌરે કહ્યું કે વિદેશી કંપનીઓએ પણ આગામી પ્રોજેક્ટ્સમાં રસ દાખવ્યો છે. મુકેશ અંબાણીએ આ ડીલ કરીને પોતાની કંપનીને એક નવી ઊંચા સુધી પહોંચાડવાનો ટાર્ગેટ રાખેલો છે.
દિન પ્રતિદિન પોતાની સંપત્તિમાં ખૂબ જ વધારો કરતા જોવા મળે છે. તેનું નામ દુનિયાના ધનિક વ્યક્તિઓની યાદીમાં પણ આવે છે અને આજે આલીશાન જીવન જીવતા જોવા મળે છે.