ધન કુબેરની યાદીમાં મુકેશ અંબાણી નીકળ્યા આગળ,ગૌતમ અદાણી ફરી આવી શકે છે બીજા નંબરે
બ્લૂમબર્ગની અબજોપતિઓની યાદીમાં વિશ્વના અમીરોની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાતમા સ્થાને પહોંચી ગયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં થયેલા વધારાને કારણે મુકેશ અંબાણી લૈરી એલિશનને પાછળ છોડીને આઠમા સ્થાનેથી સાતમા સ્થાને પહોંચી ગયા છે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી આ યાદીમાં બીજા સ્થાનેથી થોડે જ દૂર છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સ અનુસાર, લૈરી એલિશનની નેટવર્થમાં 1.19 અરબ ડોલરનો ઘટાડો થયો છે. જે પછી મુકેશ અંબાણી 90 અરબ ડોલરની નેટવર્થ સાથે સાતમા સ્થાને આવી ગયા છે.
મુકેશ અંબાણી પહેલા છઠ્ઠા સ્થાને વોરન બફેટ છે, જેમની નેટવર્થ 102 અરબ ડોલર છે. બિલ ગેટ્સ 109 અરબ ડોલરની નેટવર્થ સાથે પાંચમા સ્થાને છે અને એમેઝોનના જેફ બેઝોસ 113 અરબ ડોલરની નેટવર્થ સાથે ચોથા સ્થાને છે.
એલોન મસ્ક 179 અરબ ડોલરની નેટવર્થ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે બર્નાર્ડ આર્નોલ્ટ 145 અરબ ડોલર સાથે બીજા સ્થાને છે. ગૌતમ અદાણી એક સમયે વિશ્વના અબજોપતિઓની યાદીમાં બીજા સ્થાને પહોંચવાની અણી પર છે અને તે બર્નાર્ડ અરર્નોલ્ટ કરતાં માત્ર 9 અરબ ડોલર પાછળ છે.
બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સ અનુસાર, 2022માં એલોન મસ્કની સંપત્તિમાં 91 અરબ ડોલરનો ઘટાડો થયો છે, જેફ બેઝોસની સંપત્તિમાં 79.5 અરબ ડોલરનો ઘટાડો થયો છે. બિલ ગેટ્સની સંપત્તિમાં પણ 28.7 અરબ ડોલરનો ઘટાડો થયો છે.
મંદીના ભયને કારણે અમેરિકાના શેરબજારમાં ઈલોન મસ્ક, જેફ બેઝોસ અને બિલ ગેટ્સની સંપત્તિમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે કારણ કે તેમની કંપનીઓના શેરને ભારે ફટકો પડ્યો છે. જ્યારે ટોચના 10 અબજોપતિઓમાં 2022માં માત્ર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં જ વધારો થયો છે.