મુકેશ અંબાણીએ એક સપ્તાહમાં 22,866 કરોડ રૂપિયા ગુમાવ્યા, જુઓ અન્ય કંપનીઓનું શું થયું?
છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 8ની માર્કેટ મૂડી (માર્કેટ કેપ)માં રૂ. 42,173.42 કરોડનો વધારો થયો છે. ICICI બેન્ક, ઇન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) સૌથી વધુ નફાકારક રહ્યા છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) અને હિન્દુસ્તાન યુનિલિવર (HUL)ને બાદ કરતાં બાકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે.
તેમાં એચડીએફસી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) અને એચડીએફસીનો સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 131.56 પોઈન્ટ અથવા 0.21 ટકાનો ઘટાડો થયો હતો.
કઈ કંપનીઓને ફાયદો થયો?
સપ્તાહ દરમિયાન ICICI બેન્કની માર્કેટ મૂડી રૂ. 9,706.86 કરોડ વધીને રૂ. 6,41,898.91 કરોડ પર પહોંચી છે. ઈન્ફોસિસનું માર્કેટ વેલ્યુએશન રૂ. 9,614.89 કરોડ વધીને રૂ. 6,70,264.99 કરોડ થયું હતું. તે જ સમયે, TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 9,403.76 કરોડ વધીને રૂ. 12,22,781.79 કરોડે પહોંચ્યું છે.
ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂ. 5,869.21 કરોડ વધીને રૂ. 4,65,642.49 કરોડ અને HDFCનું માર્કેટકેપ રૂ. 3,415.33 કરોડના વધારા સાથે રૂ. 4,85,234.16 કરોડ થયું હતું. HDFC બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 1,508.95 કરોડ વધીને રૂ. 8,99,489.20 કરોડે પહોંચ્યું છે.
જ્યારે SBIનું મૂલ્યાંકન રૂ. 1,383.32 કરોડ વધીને રૂ. 5,37,841.73 કરોડ થયું છે. અદાણી એન્ટરપ્રાઇઝિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1,271.1 કરોડ વધીને રૂ. 4,58,263.35 કરોડ થયું છે.
આ કંપનીઓને નુકસાન થયું હતું
આ વલણથી વિપરીત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 22,866.5 કરોડ ઘટીને રૂ. 17,57,339.72 કરોડ થયું છે. હિન્દુસ્તાન યુનિલિવરનું મૂલ્યાંકન રૂ. 4,757.92 કરોડ ઘટીને રૂ. 5,83,462.25 કરોડ થયું હતું.
ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, Infosys, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, SBI, HDFC, ભારતી એરટેલ અને અદાણી એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે.
આ સિવાય તમને જણાવી દઈએ કે આ સપ્તાહે વૈશ્વિક વલણ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)ના પ્રવાહના આધારે સ્થાનિક શેરબજારોની દિશા નક્કી કરવામાં આવશે. આ અભિપ્રાય વ્યક્ત કરતાં વિશ્લેષકોએ કહ્યું કે આ અઠવાડિયે ઘરેલુ મોરચે કોઈ મોટો ડેટા આવવાનો નથી.
તેમણે કહ્યું કે આ સિવાય માસિક ડેરિવેટિવ કોન્ટ્રાક્ટના સેટલમેન્ટને કારણે પણ માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી શકે છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના રિટેલ રિસર્ચના વડા સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે આ અઠવાડિયે ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ની બેઠકની વિગતો જાહેર કરવામાં આવશે, જે બજારને વધુ સૂચકાંકો પ્રદાન કરશે.