મુકેશ અંબાણી ખરીદી રહ્યા છે અનિલ અંબાણીની આ દેવાદાર કંપની, NCLTની મંજૂરી મળી
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે, NCLT રિલાયન્સ ઇન્ફ્રાટેલના અધિગ્રહણ માટે રિલાયન્સ જિઓને સોમવારે મંજૂરી આપી દીધી છે. NCLTએ જિઓને આરકોમના ટાવર અને ફાઇબર સંપત્તિઓના અધિગ્રહણને પૂરી કરવા માટે ભારતીય સ્ટેટ બેન્કના એસ્ક્રો ખાતામાં 3720 કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહ્યું છે.
જિઓએ રિલાયન્સ ઇન્ફ્રાટેલના અધિગ્રહણને પુરી કરવા માટે 6ઠ્ઠી નવેમ્બરના રોજ એસ્ક્રો ખાતામાં 3720 કરોડ રૂપિયા જમા કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રિલાયન્સ ઇન્ફ્રાટેલ દેવાળિયું સમાધાન પ્રક્રિયાનો સમનો કરી રહી છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની વાળી જીઓએ નવેમ્બર, 2019માં પોતાના નાના ભાઇ અનિલ અંબાણીના પ્રબંધન વાળી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનની દેવામાં ડૂબેલી અનુષંગીના ટાવર અને ફાઇબર સંપત્તિઓ હાંસલ કરવા માટે 3720 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
ઋણદાતાઓની સમિતિએ જીઓ સમાધાન યોજનાને ચાર માર્ચ, 2020ને સો ટકા મત સાથે ખરીદવાની મંજૂરી આપી દીધી હતી. RITL પાસે દેશભરમાં લગભગ 1.78 લાખ રૂટ કિલોમીટરની ફાઇબર સંપત્તિ અને 43540 મોબાઇલ ટાવર છે.
રિલાયન્સ જિઓની સબ્સિડિયરી કંપની રિલાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસીઝ દ્વારા દાયર એક આવેદન અનુસાર, રાશિના વિતરણ અને નો ડ્યુ સર્ટિફિકેટ જારી કરવાની કાર્યવાહી લંબિત હોવાના કારણે રિઝોલ્યુશન પ્લાનને ઇમ્પ્લિમેન્ટ કરવામાં મોડું કરી રહી છે.
કંપનીએ ગયા મહિને NCLTને કહ્યું કે, આ રીતે મોડુ કરવાથી કોર્પોરેટ દેવાદાર રિલાયન્સ ઇન્ફ્રાટેલની સાથે સાથે રિઝોલ્યુશન આવેદક રિલાયન્સ જીઓના હિતોને ગંભીર નુકસાન થઇ રહ્યું છે.
રિલાયન્સ ઇન્ફ્રાટેલ પાસે દેશભરમાં લગભગ 1.78 લાખ રૂટ કિલોમીટરની ફાઇબર સંપત્તિ અને 43540 મોબાઇલ ટાવર છે. રિલાયન્સ ઇન્ફ્રાટેલ આરકોમની ટાવર અને ફાઇબર સંપત્તિઓની હોલ્ડિંગ કંપની છે.
રિલાયન્સ પાવર અને તેની સબ્સિડિયરી કંપની રિલાયન્સ રિસોર્સિસ લિમિટેડ દ્વારા 526 કરોડ રૂપિયાના દેવાની ચૂકના સંબંધમાં બન્ને કંપનીઓ વચ્ચે કોર્ટની બહાર થયેલી સમજૂતી બાદ પીરામલ કેપિટલે આ પગલું ઉઠાવ્યું હતું.
RNRLએ પૂર્વવર્તી દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ પાસે લેવામાં આવેલા 526 કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં ચૂક કરી હતી. પીરામલ ગ્રુપે 2021માં DHFLનું અધિગ્રહણ કર્યું હતું અને તેને પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સની સાથે મિલાવી દીધું હતું.