મુકેશ અંબાણીએ એક ઝટકે આ વ્યક્તિને 1500 કરોડનું ઘર ભેટમાં આપ્યું, વાંચીને આંખો ચાર થઈ જશે
ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનો પરિવાર પ્રત્યેનો બેહદ પ્રેમ કોઈથી અજાણ્યો નથી. પત્ની નીતા અંબાણી અને ત્રણેય સંતાનનું મુકેશ અંબાણી ખૂબ ધ્યાન રાખે છે. જોકે મુકેશ અંબાણી ફક્ત પરિવાર જ નહીં તેમની આજુબાજુ અને વફાદાર લોકોની પણ કેર કરે છે.
આવો જ એક સુંદર કિસ્સો સામે આવ્યો છે. મુકેશ અંબાણીએ તેમની કંપનીમાં વર્ષોથી કામ કરતાં એક વ્યક્તિને એક ફ્લેટ નહીં પણ 1500 કરોડ રૂપિયાની આખી 22 માળની બિલ્ડિંગ ગિફ્ટ કરી છે. 22 માળના આ લક્ઝુરિયર્સ ઘરમાં દુનિયાના તમામ એશો આરામ હાજર છે.
મુકેશ અંબાણીએ કોને ગિફ્ટ આપી?
મુકેશ અંબાણીએ આ ગિફ્ટ તેમના રાઈટ હેન્ડ મનોજ મોદીને આપી છે. મનોજ મોદી અંબાણી પરિવારના એકદમ નજીકના સદસ્ય ગણાય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં મહત્વનું સ્થાન ધરાવતા મનોજ મોદી કોલેજમાં મુકેશ અંબાણીના મિત્ર હતા. જીઓને લોન્ચ કરવામાં તેમનો સૌથી મોટો ફાળો છે.
મુંબઈના સૌથી મોંઘા રોડ પર છે આ ઘર
મુકેશ અંબાણીએ મનોજ મોદીને જે 22 માળનું ઘર ગિફ્ટ કર્યું છે એ મુંબઈના સૌથી મોંઘા વિસ્તાર નેપેન્સી રોડ પર છે. આ બિલ્ડિંગનું નામ ક્રિસ્ટેનેડ વૃંદાવન છે. મુકેશ અંબાણીએ આ ઘર મનોજ મોદીને વર્ષોની મહેનત અને વફાદાકરીનું ફળ તરીકે ગિફ્ટમાં આપી છે.
ઘરની કિંમત 1500 કરોડ!
આ 22માળના વૃંદાવન નામના આ બંગલો બનાવવામાં અંદાજે 1500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જેથી આ ક્રિસ્ટેનેડ વૃંદાવન ઘર મુંબઈના સૌથી મોંઘા ઘરમાં સામેલ છે. આ ઈમારતનો દરેક માળ 8 હજાર સ્કવેર ફૂટનો છે. અને આખા ઈમારતની વાત કરીએ તો અંદાજે 1.7 લાખ સ્કવેર ફૂટથી વધુ જગ્યા થાય છે.
નીતા- મુકેશ અંબાણીએ જાતે પસંદ કરી વસ્તુઓ
આ ઘરને લીટન ઈન્ડિયા કોન્ટ્ર્રાક્ટર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની બનાવી રહી છે. જેના ઈન્ટિરિયરનું કામ તલતી એન્ડ પાર્ટનર્સ એલએલપી દ્વારા કરવામાં આવ્યું છે. આ ઈમારતમાં જેટલું પણ ફર્નિચર કરવામાં આવ્યું છે,
તે ઈટાલીથી મંગાવવામાં આવ્યું છે. એટલું જ નહીં આ ગિફ્ટમાં પોતીકીપણું લાગે એટલે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ જાતે ઘણી વસ્તુઓ પસંદ કરી છે અને આ લેન્ડમાર્ક રેસિડન્સને અલગ જ રૂપ આપ્યું છે.
ઈમારતના ધાબા પર ઈનફાઈનાઈટ સ્વિમિંગ પુલ
ક્રિસ્ટેનેડ વૃંદાવન ઈમારતના ધાબા પર ઈનફાઈનાઈટ સ્વિમિંગ પુલ બનાવવામાંઆવ્યો છે, જે અરબ સાગર સાથે ભળતો હોય એવું પ્રતીત થાય છે. આ ઈમારતના 19માં અને 21માં માળ પર પેન્ટહાઉસ છે,
જેમાં મનોજ મોદી તેમના પરિવાર સાથે રહેશે 16માં, 17માં અને 18માં માળ પર તેની મોટી દીકરી ખુશ્બુ પોદ્દાર તેના પતિ રાજીવ પોદ્દાર તથા સસરા અરવિંદ પોદાર અને સાસુ વિજયલક્ષ્મી પોદ્દાર સાથે રહેશે. પોદ્દાર પરિવાર બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડ ચલાવે છે.
અનેક વર્લ્ડક્લાસ ફેસિલિટી સામેલ
જ્યારે ઈમારતના 11મા, 12માં અને 13માં માળ પર મનોજ મોદીની નાની દીકરી ભક્તિ મોદી રહેશે. ભક્ત મોદી રિલાયન્સ રિટેલમાં ઈશા અંબાણી સાથે મળીને કામ કરી રહી છે. આ ઈમારતના 14માં માળ પર મનોદ મોદીની ઓફિસ બનાવવામાં આવી છે. જ્યારે 15માં માળમાં એક ઈન હાઉસ મેડિકલ અને આઈસીયુ સેટ-અપ અને એક પૂજાનો રૂમ છે.
દુનિયાની તમામ સુખસુવિધા ઉપલબ્ધ
આ ઈમારતમાં આ ઉપરાંત મનોરંજનની તમામ ફેસિલિટ ઉપલબ્ધ છે. સાથે પાર્ટી રૂમ, સ્પા અને થિયેયર પણ છે. આ ઉપરાંત નીચેના માળ પર પાર્કિંગની ફેસિલિટી છે.
175 લોકોનો સ્ટાફ
આ ઈમારતમાં મોદી પરિવારની સુરક્ષા અને તેમનું ધ્યાન રાખવા માટે અંદાજે 175 લોકોનો સ્ટાફ હશે. જેમાં વર્લ્ડ ક્લાસ શેફ, બટલર અને મેનેજર હશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ઈમારતને સુરક્ષિત રાખવા માટે હાઈટેક સિક્યોરિટી સિસ્ટમ લગાવવામાં આવી છે. જેને ઈઝરાયેલ સ્થિત એક કંપનીએ ડિઝાઈન કરી છે.