દીકરીના જન્મ દિવસે જ માતાએ દિયર સાથે કર્યા લગ્ન, વાંચીને ઈમોશનલ થઈ જશો
ક્યારેક સમાજમાં એવી ઘટના બની જતી હોય છે તે વર્ષો જૂની પરંપરાઓ તોડી નાખે છે. હાલમાં જ એક પરિવારે પોતાની પૌત્રીને એક એવી ગિફ્ટ આપી જે મેળવીને પૌત્રી રાજીના રેડ થઈ ગઈ હતી. પૌત્રી દાદા-દાદી ને વડદાદાની આ મોંઘેરી ગિફ્ટ માટે આજીવન આભાર માનશે તે નક્કી છે.
પપ્પા બોલતા શીખે તે પહેલાં જ પાંચ મહિનાની આરુના પિતાનું કોરોનામાં મોત થયું હતું. આઠ મહિના પછી ફર્સ્ટ બર્થડે પર દાદા-દાદીની જિદ પર આરુને પિતા મળી ગયા તો પતિના મોત બાદથી આઘાતમાં સરી પડેલી સપનાને હવે લાઇફ પાર્ટનર મળી ગયો. સપનાએ પોતાના દિયર સાથે જ લગ્ન કર્યાં હતાં. વિધવા વહુના સાસુ સસરા તથા વડ સસરાએ પુર્નલગ્ન કરાવ્યા હતા.
મધ્ય પ્રદેશના શિવપુરી શહેરમાં રહેતાં શિક્ષક અશોક ચૌધરીના દીકરી સૂરજે 2018માં ફતેહપુર સીકરીની સપના ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ દીકરી આરુ એટલે કે જીવિકાનો જન્મ થયો હતો. એપ્રિલમાં સૂરજને કોરોના થયો અને સારવાર દરમિયાન જ તે મોતને ભેટ્યો.
સૂરૂજના મોતથી ભાઈ મનોજ ચૌધરી, પિતા અશોક ચૌધરી, દાદા સરદાર સિંહ તથા પત્ની સપનાનું તો જીવન જ અટકી પગયું હતું. આખો દિવસ રડતી વહુને જોઈને વડસસરા સરદાર તથા સાસુ-સસરા પણ રડવા લાગતા હતા.
પરિવારને વહુના બીજા લગ્નનો વિચાર આવ્યો હતો. તે હવે વહુ ને પૌત્રીને ગુમાવવા માગતા નહોતા. આથી જ સૂરજના નાના ભાઈ મનોજ સાથે સપનાના લગ્ન કરાવવાનું વિચાર્યું હતું. માતા-પિતાની જિદ આગળ મનોજ માની ગયો અને અંતે સપના પણ તૈયાર થઈ ગઈ. પૌત્રી આરુના પહેલાં જન્મદિવસ પર સપના તથા મનોજે લગ્ન કર્યાં હતાં.