જો જો ચૂકી ના જતા, Maruti Suzuki ની આ કારો પર મળી રહી છે હજારો રૂપિયાની છૂટ, આજે જ કરો ખરીદી
કાર ખરીદનારા લોકો માટે સારા સમાચાર, મારૂતિ સુઝુકીએ ગ્રાહકો માટે શાનદાર ઑફર્સ રજૂ કરી, કંપનીની ઑફર માત્ર જાન્યુઆરી 2022 સુધી મર્યાદિત, ગ્રાહક કાર પર 40 હજાર રૂપિયા સુધીનું મેળવી શકે છે ડિસ્કાઉન્ટ.
નેક્સા શોરૂમ દ્વારા કંપની પોતાની પ્રીમિયમ કારનું વેચાણ કરે છે. જેમાં Ignis, Baleno, Ciaz, s-cross અને XL6 જેવી કારનો સમાવેશ થાય છે. આ ઓફર્સ હેઠળ ગ્રાહક સંપૂર્ણ 40 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જો તમે પણ Maruti Suzukiની કાર પસંદ કરો છો અને નવી કાર લેવાનું વિચારી રહ્યાં છો તો અમે મારૂતિની કાર પર મળતી ઑફર્સ વિશે તમને જણાવી રહ્યાં છીએ. કંપનીની આ ઑફર માત્ર જાન્યુઆરી 2022 માટે છે.
Maruti Suzuki S-Cross ભારતીય માર્કેટમાં મારૂતિ સુઝુકીની ખૂબ જ પોપ્યુલર કાર છે. કંપની અત્યારે તેના પર 15,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. 25,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે. આ સાથે 5000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. S-Crossની કિંમત 8.59 લાખ રૂપિયાથી શરુ થઇને 11.4 લાખ રૂપિયા સુધી છે.
Maruti Suzuki Ignis માર્કેટમાં રહેલી એક લોકપ્રિય કોમ્પેક્ટ હેચબેક કારમાંથી એક છે. આ મહિને કોમ્પેક્ટ અર્બન એસયૂવી પર 5000 રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય કંપની તેના પર 10,000 રૂપિયાના એક્સચેન્જ બોનસની સાથે-સાથે 2100 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. આ કારની પ્રારંભિક કિંમત 5.1 લાખ રૂપિયા છે, તો તેના ટોપ વેરિએન્ટની કિંમત 7.47 લાખ રૂપિયા છે.
Maruti Suzuki Baleno, પ્રીમિયમ હેચબેક બલેનો પર મારૂતિ સુઝુકી 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિવાય કંપની 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 3000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. મારૂતિ સુઝુકી માટે બલેનોને ભારતીય માર્કેટમાં મોટી સફળતા મળી છે. આ કારના બેસ વેરિએન્ટની કિંમત 5.97 લાખ રૂપિયા અને ટૉપ મૉડલની કિંમત 9.33 લાખ રૂપિયા છે.