પાટણ સમૂહલગ્નના આયોજક અને ઉદ્યોગપતિ મંગાજીએ એક ઉત્તમ કાર્ય કરી સમાજને નવી રાહ ચીંધી, કરિયાવર માં આપી એવી વસ્તુ કે… જાણો…

પાટણ સમૂહલગ્નના આયોજક અને ઉદ્યોગપતિ મંગાજીએ એક ઉત્તમ કાર્ય કરી સમાજને નવી રાહ ચીંધી, કરિયાવર માં આપી એવી વસ્તુ કે… જાણો…

પાટણ તાલુકાના ડેર ખાતે યુવા આગેવાન દરબાર મંગાજી પનાજી દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડી સુખી દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. આ સમૂહલગ્નના આયોજક અને ઉદ્યોગપતિ મંગાજીએ એક ઉત્તમ કાર્ય કરી સમાજને નવી રાહ ચીંધી હતી.

સમાજમાં આર્થિક સંકળામણ કારણે લોકો સમૂહલગ્નમાં જોડાતા હોય છે. જરૂરિયાત મંદ પરિવારો પોતાની દિકરીના લગ્ન હર્ષભેર ખર્ચ વગર ધામધૂમ પૂર્વક કરી શકે તેવા ઉમદા આશયથી ડેર ગામના ઉદ્યોગપતિએ સમૂહલગ્નનું સુંદર આયોજન કર્યું હતું.

આ સમૂહલગ્નમાં 35 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સામાજિક આગેવાનો, સંતો-મહંતો અને રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને સુખી દાંપત્યજીવનના આશીર્વાદ આપ્યા હતા.

ડેર ખાતે સમૂહલગ્નનું આયોજન કરનાર ઉદ્યોગપતિ મંગાજી દરબારે પણ પોતાની દીકરીના લગ્ન સમૂહલગ્નમાં જ કરાવી સમાજને એક અનુકરણીય-પ્રેરણારૂપ દાખલો આપ્યો હતો. મોટાભાગે સમૂહલગ્નમાં દીકરીઓને કરિયાવર રૂપે વિવિધ ભેટસોગાદો આપવામાં આવી હતી. ત્યારે ડેર ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં આયોજક દ્વારા કરિયાવર રૂપે હિન્દુ સંસ્કૃતિના મહાન ગ્રંથ ભગવદ્ ગીતાનું પુસ્તક અને તુલસીના ક્યારા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.

સમૂહ લગ્નની વિભાવનાને ચરિતાર્થ કરવા તેમજ સમાજમાંથી કુરિવાજો અને ખોટા ખર્ચ બંધ થાય અને સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી વ્યસન મુક્ત બને તેવાં ઉદ્દેશ ને મંત્રમુગ્ધ કરવા પોતાની દીકરીને પણ આ સમૂહ લગ્નમાં સપ્તપદીના સાત ફેરા ફેરવીને સમાજમાં આગવો મેસેજ પ્રદાન કર્યો હતો.

તેઓએ સમૂહલગ્નમાં જોડાનાર તમામ દીકરીઓ પોતાની હોવાનું જણાવી તેમને જ્યારે પણ કોઈપણ પ્રકારની જરૂરત ઊભી થાય ત્યારે તેઓના દરવાજા હંમેશા આ દીકરીઓ માટે ખુલ્લા રહેશે તેવું જણાવી સમાજને પણ આવા સમુહ લગ્નોત્સવના આયોજન કરી સમાજની વિભાવનાને ચરિતાર્થ કરવા અપીલ કરી હતી.

ડેર ખાતે આયોજિત કરાયેલા સમૂહલગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈએ પણ 51000નું દાન આપ્યું હતું. તો સમાજના દાતાઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ પણ નવદંપતીઓને ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે દાન અપૅણ કરી સમૂહલગ્નમાં સહભાગી બન્યા હતા. આ સમૂહલગ્નમાં પ્રદેશ ભાજપના પૂર્વ મહાપ્રધાન કે.સી.પટેલ, રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર, વિનયસિંહ ઝાલા, સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *