સૌરાષ્ટ્રમાં આ જગ્યાએ કાર્તિક આર્યન કરી રહ્યો છે ફિલ્મનું શૂટિંગ

સૌરાષ્ટ્રમાં આ જગ્યાએ કાર્તિક આર્યન કરી રહ્યો છે ફિલ્મનું શૂટિંગ

ગોંડલના રાજવી પેલેસમાં કાર્તિક આર્યનની આગામી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. હજુ 15 દિવસ સુધી શૂટિંગ ચાલવાનું છે. ગોંડલનાં રાજવી પેલેસ ફક્ત ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં મશહુર છે. અનેક બોલિવુડ ફિલ્મોનું શુટિંગ અહી થયું છે ત્યારે વધુ એક બોલિવુડ ફિલ્મનું શુટિંગ રાજવી પેલેસ ખાતે શરૂ થઈ ગયું છે.

બોલિવુડ સ્ટાર કાર્તિક આર્યન મોડી સાંજની ફલાઇટમાં મુંબઇથી રાજકોટ આવી પહોંચ્યો હતો. ત્યાર બાદ તે રાજકોટથી ગોંડલ જાતે કાર ડ્રાઇવ કરીને રવાના થયો હતો. કાર્તિક આર્યન રાજકોટ સાથે અન્ય સ્ટાફ પણ આવ્યો છે. કાર્તિક આર્યને વિમાનમાં મુસાફરો સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે કાર્તિક આર્યન એકદમ ડાઉન ટુ અર્થ બોલિવુડ સ્ટાર છે.

ગોંડલ ખાતે આવેલા રીવર સાઇટ રાજવી પેલેસમાં સેટ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં 15 દિવસ સુધી ફિલ્મ કલાકારો શુટીંગ કરશે. આ કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’નું શુટિંગ હોઈ શકે છે. આ ફિલ્મના સ્ટંટ દ્રશ્યોનું પણ ફિલ્માંકન કરવામાં આવશે.

કાર્તિક આર્યન સાથે અભિનેત્રી કીયારા અડવાણી, સુપ્રસિધ્ધ ગુજરાતી નાટક ગુજ્જુભાઇથી જાણીતા થયેલા અભિનેતા અને ફિલ્મ સ્ટાર સિધ્ધાર્થ રાંદેરીયા, સુપ્રીયા પાઠક, રાજપાલ યાદવ સહીતના કલાકારો આ ફિલ્મમાં ચમકવાના છે અને ફિલ્મના શુટીંગ માટે તેઓનું આગમન થયું છે.

શુટીંગ શરૂ થયા બાદ વહેલી સવારના 4 વાગ્યા સુધી શુટીંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમુક કલાકારો રાજકોટ અને અમુક કલાકારો ગોંડલમાં રોકાયા હતા. કાર્તિક આર્યન અને તેની ટીમે રાત્રી રોકાણ કર્યું હતુ ત્યારે કાર્તિક આર્યન રસ્તા પર એકટીવા ચલાવતો હોય તેવો વીડિયો પણ વાયરલ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *