જિયોએ લોન્ચ કર્યો હેપી ન્યૂયર 2023 પ્લાન:90 દિવસની વેલિડિટી સાથે દરરોજનો 2.5GB હાઈસ્પીડ 5G ડેટા, કંપનીએ પોતાનાં OTT પ્લેટફોર્મને પણ પ્રમોટ કર્યું

જિયોએ લોન્ચ કર્યો હેપી ન્યૂયર 2023 પ્લાન:90 દિવસની વેલિડિટી સાથે દરરોજનો 2.5GB હાઈસ્પીડ 5G ડેટા, કંપનીએ પોતાનાં OTT પ્લેટફોર્મને પણ પ્રમોટ કર્યું

રિલાયન્સ જિયો (JIO)એ દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના હેપી ન્યૂયર રિચાર્જ પ્લાન લોન્ચ કરી દીધા છે. હેપી ન્યૂયર 2023 પ્રીપેડ પ્લાનમાં 2023, 2999 રુપિયા અને 2879 રુપિયા સામેલ છે. તમામ પ્લાનમાં અનલિમિટેડ લોકલ-નેશનલ ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે.

વિશેષ વાત એ છે કે, કંપની આ પ્લાનમાં કોઈ OTT બેનેફિટ આપી રહી નથી. વીતેલા દિવસોમાં કંપનીએ પોતાના તમામ પ્લાન્સમાંથી ડિઝની + હોટસ્ટારનાં સબ્સક્રિપ્શન દૂર કરી દીધા હતા. કંપની પોતાનાં OTT પ્લેટફોર્મને પ્રમોટ કરવામાં લાગી ગઈ છે. કંપની પોતાનાં યૂઝર્સને કોઈપણ પ્રકારનાં એકસ્ટ્રા ચાર્જ લીધા વગર જિયો સિક્યોરિટી, જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવ્યું છે.

2023નાં રિચાર્જ પ્લાનમાં શું?
આ ઓફરમાં 2023 રુપિયાથી રિચાર્જ કરાવવા પર યૂઝરને 252 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. આ સમય દરમિયાન યૂઝરને દરરોજનું 2.5GB સુધીનો 5G હાઈ સ્પીડ ડેટા મળશે. જે પછી ઈન્ટરનેટની સ્પીડ 64kbps થશે.

2999નાં રિચાર્જ પ્લાનમાં શું?
આ ઓફરમાં 2999 રુપિયાનું રિચાર્જ કરાવવા પર યૂઝરને 365 દિવસની વેલિડિટીની સાથે 912.5GB ડેટા આપવામાં આવશે. આ પ્લાનમાં દરરોજનો 2.5GB ડેટા સુધીનો 5G હાઈ સ્પીડ ડેટા મળશે. જે પછી ઈન્ટરનેટની સ્પીડ 64kbps થશે.

749નાં રિચાર્જ પ્લાનમાં શું?
જિયોનાં 749 રુપિયાનો આ પ્રીપેડ પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યૂઝરને દરરોજનો 2GB હાઈ સ્પીડ 5G ડેટા મળશે, જે પછી ઈન્ટરનેટની સ્પીડ 64kbps થશે. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલ્સની સાથે 100 SMS પ્રતિ દિવસની સુવિધા પણ મળશે.

એરટેલનાં પ્લાનની સાથે FASTag પર 100 રુપિયા કેશબેક
આ પ્રાઈસ રેન્જમાં એરટેલ (Airtel) પણ યૂઝર્સને 90 દિવસની વેલિડિટી ઓફર કરી રહી છે. 779 રુપિયાનાં પ્રીપેડ પ્લાનમાં યૂઝરને દરરોજનો 1.5GB ડેટા અને 100 SMS પણ મળશે. તે સિવાય યૂઝર અનલિમિટેડ લોકલ-નેશનલ કોલિંગ પણ કરી શકશે. આ પ્લાનમાં યૂઝરને ફાસ્ટટેગ પર 100 રુપિયાનો કેશબેકની સાથે અપોલો સર્કલ (Apollo Circle) ત્રણ મહિનાનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવ્યું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *