ઈશા ટ્વિન્સના જન્મ બાદ પહેલી વાર પહોંચી ઘરે, અંબાણી પરિવારે આ રીતે આપ્યો આવકાર

ઈશા ટ્વિન્સના જન્મ બાદ પહેલી વાર પહોંચી ઘરે, અંબાણી પરિવારે આ રીતે આપ્યો આવકાર

મુકેશ અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણીએ નવેમ્બર 2022માં અમેરિકામાં બે જુડવા સંતાન કૃષ્ણા અને આદિયાને જન્મ આપ્યો હતો. દીકરા-દીકરીના જન્મ બાદ ઈશા અંબાણી પહેલીવાર ઘરે આવી હતી. અંબાણી પરિવારે આ માટે એક ભવ્ય ફંક્શનનું આયોજન કર્યું છે. આ ઉપરાંત ટ્વિન્સ બાળકોની દેખરેખ માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે.

ગયા નવેમ્બર મહિનામાં ઈશા અંબાણીએ બે જુડવા સંતાન કૃષ્ણા અને આદિયાને કેલિફોર્નિયાના લોસ એન્જિલસમાં જન્મ આપ્યો હતો. હવે પહેલી વાર ઈશા અંબાણી મુંબઈ સ્થિત પોતાના ઘરે આવી છે. દીકરી અને પૌત્ર-પૌત્રીને આવકારવા માટે નાના મુકેશ અંબાણી અને નાની નીતા અંબાણી ઉત્સાહિત હતા.

દરમિયાન આજે સવારે ઈશા અંબાણી મુંબઈના વર્લી સ્થિત પોતાના ઘરે પહોંચી ત્યારે તેને પરિવારજનોએ ખૂબ ઉમળાભેર આવકારી હતી. નાના મુકેશ અંબાણી અને નાની નીતા અંબાણીના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. નીતા અંબાણીએ તો નવજાતને તેડીને ખૂબ વ્હાલ કર્યું હતું.

આ તકે ઈશા અંબાણીના ઘરે દેશના અલગ અલગ મંદિરોના ઘણા પંડિતોને બોલાવવાાં આવ્યા છે. અહીં ટ્વિન્સ માટે પૂજા-પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. એવી પણ ચર્ચા છે કે અંબાણી પરિવાર બાળકોના નામે 300 કિલો સોનું પણ દાન કરશે.

આ ફંક્શનનું મેન્યુ ખાસ તૈયાર કરવાામાં આવ્યું છે. દુનિયાભરના અલગ અલગ કૂક અને કેટરર્સને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતના ખ્યાતનામ મંદિરો તિરૂપતિ બાલાજી, શ્રીનાથજી અને દ્વારકાધીશ સહિતથી સ્પેશ્યલ પ્રસાદ મંગાવી અંબાણી પરિવાર પોતાના ઘરના ભવ્ય ફંક્શનમાં પીરસશે.

ઈશા અને તેના બાળકો કતારની એક ફ્લાઈટથી મુંબઈ આવ્યા હતા. આ ફ્લાઈટ ખુદ કતારના એક લીડરે મોકલી હતી. જે મુકેશ અંબાઈના ખાસ્ત દોસ્ત છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈના ડૉક્ટરોની એક ટીમ અમેરિકા ગઈ હતી. જે ટીમ ઈશા અને તેના બાળકોને પોતાની દેખરેખ હઠળ મુંબઈ લાવી હતી.

અમેરિકાના બાળકોના બેસ્ટ ડૉક્ટર ગિબ્સન પણ ભારતીય ડૉક્ટરોની ટીમ સાથે આવ્યા છે. આ ઉપરાંત બાળકોનું ધ્યાન રાખવા માટે 8 નૈની પણ અમેરિકાથી આવી છે. આ બધા ઈશા અને તેના બાળકોની સાથે ભારતમાં જ રહેશે.

ઈશાના ઘર કરુણા સિંધુ અને એન્ટિલિયામાં બાળકોમાં ખાસ એક નર્સરી ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં રોટેટિંગ બેડ અને ઓટોમેટેક રુફટોપ સહિતની ફેસિલીટી છે, જેથી બાળકો નેચરલ સનલાઈટ લઈ શકે.

ઈશાના ટ્વિન્સ માટે વર્લ્ડ ફેમસ ફેશન ડિઝાઈનર બ્રાન્ડ ડોલ્સે એન્ડ ગબ્બાના, ગૂચી અને લોરો પિયાનાના કપડામાં પહેરાવામાં આવશે. એટલું જ નહીં તેને બીએમડબલ્યૂની એક્સક્લુઝિવ ડિઝાઈન કાર સીટમાં બેસાડવામાં આવશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *