2030 સુધી દુનિયાના ટોપ 3માં હશે ભારતનું શેરબજાર: મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ
ભારત 2027માં સુધી જાપાન અને જર્મનીને પાછળ છોડીને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની રાહ પર છે. વૈશ્વિક અનુમાનો અને દેશ દ્વારા ટેક્નોલોજી અને ઉર્જાના ક્ષેત્રોમાં કરવામાં આવેલા પ્રમુખ નિવેશોના આધાર પર 2030 સુધીમાં ભારત ત્રીજું સૌથી મોટું શેર બજાર બની શકે છે.
આ રિપોર્ટ વૈશ્વિક નિવેશ બેંક મોર્ગન સ્ટેનલીનો છે. મોર્ગન સ્ટેનલીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, ભારત પહેલાથી જ દુનિયામાં સૌથી ઝડપથી વધનારી અર્થવ્યવસ્થા છે, જેણે છેલ્લાં એક દાયકાના સમયમાં Gross Domestic Product (GDP)નો સરેરાશ વૃદ્ધિ દર 5.5 ટકા નોંધ્યો છે.
હવે એક અબજ કરતા વધુ લોકોના દેશમાં સ્થાપિત કરવામાં આવેલા 3 મેગાટ્રેન્ડ- ગ્લોબલ ઓફશોરિંગ, ડિજિટલાઈઝેશન અને એનર્જી ટ્રાન્સમિશન- ભારતને અભૂતપૂર્વ વિકાસ તરફ લઈ જવા માટે તૈયાર છે.
મોર્ગન સ્ટેનલીના મુખ્ય ઈક્વિટી રણનીતિકાર (ભારત) રિધમ દેસાઈએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, અમારું માનવુ છે કે ભારત વર્ષ 2027 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે અને આ દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજું સૌથી મોટું શેર બજાર બની જશે.
પરિણામ એ આવશે કે, ભારત વૈશ્વિક વ્યવસ્થામાં શક્તિ પ્રાપ્ત કરી રહ્યું છે અને અમારા અનુમાન અનુસાર આ ખાસ પરિવર્તન પેઢીઓમાં એકવાર થનારો બદલાવ નિવેશકો અને કંપનીઓ માટે એક મોટો અવસર છે.
રિપોર્ટ કહે છે કે, ભારતનો Gross Domestic Product (GDP) આજે 3.5 ટ્રિલિયન ડૉલરથી વધીને 2031 સુધીમાં 7.5 ટ્રિલિયન ડૉલર કરતા વધુ થઈ શકે છે. વૈશ્વિક નિર્યાતમાં તેનો હિસ્સો પણ આ અવધિ દરમિયાનમાં વધીને બે ગણો થઈ શકે છે જ્યારે, BSE 11 ટકા વાર્ષિક વૃદ્ધિ પ્રદાન કરી શકે છે, જે 10 ટ્રિલિયન ડૉલરના બજાર પૂંજીકરણ સુધી પહોંચી શકે છે.
મોર્ગન સ્ટેનલીના મુખ્ય અર્થશાસ્ત્રી (એશિયા) ચેતન અહ્યાએ જણાવ્યું હતું કે, વર્તમાનમાં વિકાસની અછતવાળી દુનિયામાં, ભારત વૈશ્વિક નિવેશકોના રડાર પર હોવુ જોઈએ. ભારત દુનિયાની માત્ર ત્રણ અર્થવ્યવસ્થાઓ પૈકી એક હશે. તે 2023થી 400 બિલિયન ડૉલર કરતા વધુ વાર્ષિક આર્થિક ઉત્પાદન ગ્રોથ કરી શકે છે અને તે 2028 બાદ વધીને 500 ડૉલર બિલિયન કરતા વધુ થઈ શકે છે.