ગુજરાતના આ ગામમાં સોનાના દાગીના જો ખુલ્લામાં પડ્યા હોય તો પણ કોઈ તેને ચોરી કરવાની હિંમત નથી કરી શકતું.
આપણા ગુજરાતમાં એવી એવી જગ્યાઓ આવેલી છે કે જ્યાં આજે પણ ભગવાનનો સાક્ષાત પરચો જોવા મળે છે. આજે અમે તમને એક એવા જ ગામ વિષે જણાવીશું કે જેની પાર ભૈરવદાદાની અસીમ કૃપા છે. આ આહ ગામ પર ભૈરવ દાદાના આશીર્વાદ છે.
આ ગામની વિશેષતા એ છે કે આ ગામમાં આજ ચોરી નથી થઇ અને આ ગામના કોઈપણ ઘરે દરવાજો નથી. દરવાજે કોઈ તાળું પણ નથી માંળતું.
તો પણ અહીં ચોરી નથી થતી. આ ગામ રાજકોટથી અંદાજિત ૩૦ કિલોમીટર દૂર આવેલું છે. આ ગામનું નામ સાતડા છે. અહીં ભૈરવ દાદા સાક્ષાત સ્વરૂપમાં બિરાજમાન છે. સાતડા ગામના એકપણ ઘર દરવાજો નથી લાવવામાં આવ્યો એ પછી કોઈ ઝૂંપડું હોય કે લાખો રૂપિયાનો બંગલો.
તો પણ આજ સુધી આ ગામમાં ચોરી નથી થઇ.એટલું જ નહિ આ ગામમાં ચોર એકવાર ઘૂસતા પણ ખુબજ ડરે છે. એટલા માટે જ આ ગામને ગુજરાતનું શનિ શીંગળાપૂર પણ કહેવામાં આવે છે.
અહીં લોકો પોતાના ઘરમાં પડેલા કિંમતી સમાન કે વસ્તુઓને પણ ઘરમાં એમના એમ મૂકીને બહાર ગામ જાય છે. તો પણ તેમેં કોઈપણ પ્રકારની ચિંતા નથી થતી. કારણ કે કોઈ ભૂલે ચુકે પણ આ ગામમાં ચોરી કરી જાય તો.
તેને એવા પરિણામ ભોગવવા અપડે છે કે જેના ડરથી આજ દિન સુધી આ ગામમાં કોઈપણ ચોરીની ઘટના નથી બની છે. કારણ કે આ ગામ પર ભૈરવ દાદાની અસીમ કૃપા છે.
જેના લીધે આ ગામમાં સોનાના દાગીના ખુલ્લ્લા પડ્યા હોય તો પણ કોઈની ચોરી કરવાની હિંમત નથી થતી. ખરેખરે ખુબજ ચમત્કારિક ગામ છે. આ ગામના લોકો પણ આ વાતથી ખુબજ ખુશ છે. તેમની પણ ભૈરવ દાદા પાર અસીમ કૃપા છે. માટે તે ઘરની આગળ દરવાજો જ નથી બનાવતા.