કેટલા દિવસમાં ખબર પડે છે ઓમીક્રોનથી સંક્રમિત થવાની જાણકારી, શું છે લક્ષણ? WHOના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રેયેસસે આપી ચેતવણી
આખી દુનિયા ફરી એક વખત કોરોના વાયરસના કેરથી પરેશાન થઈ ગઈ છે. રોજ હજારોની સંખ્યામાં કોરોના સંક્રમણના નવા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમીક્રોન પણ હવે ચિંતાજનક વિષય બની ગયો છે. આ વેરિયન્ટ હવે 110 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. આખી દુનિયામાં તેના દર્દી હૉસ્પિટલમાં એડમિટ થવાની શરૂઆત થઈ ગઈ છે.
સાથે જ કેટલાક દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ચેતવણી આપી છે કે તેને સામાન્ય સમજવાની ભૂલ ન કરવી જોઈએ. WHOના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રેયેસસે કહ્યું છે કે ઓમીક્રોન ડેલ્ટા વેરિયન્ટની તુલનામાં ઓછો ગંભીર લાગી જરૂર રહ્યો છે. ખાસ કરીને વેક્સીનેશન કરાવી ચૂકેલા લોકોમાં પરંતુ તેનો અર્થ એ નથી કે તેને સામાન્ય વેરિયન્ટના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવવો જોઈએ.
અન્ય વેરિયન્ટથી કેટલો ઘાતક? ગત વર્ષે નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલો કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોન હવે ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ અત્યાર સુધી આખી દુનિયામાં વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય વૈજ્ઞાનિકો પાસે તેની વધુ જાણકારી નથી. હજુ તેને સમજવા માટે વધારે ડેટાની જરૂરિયાત છે પરંતુ જેટલી જાણકારી ઉપલબ્ધ છે. તેનાથી એ જાણવા મળે છે કે આ પાછલા બધા વેરિયન્ટની તુલનામાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. તેનો અર્થ કે આલ્ફા અને ડેલ્ટા વેરિયન્ટથી પણ ઝડપથી લોકોને ઝપેટમાં લઈ રહ્યો છે.
કેટલા દિવસમાં દેખાય છે તેના લક્ષણ? કોરોનાના આ ઓમીક્રોન વેરિયન્ટની ઓળખ અત્યારે દર્દીના જીનોમ સિક્વેન્સિંગથી થઈ રહી છે. જોકે કેટલીક કીટ પણ આવી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ કોરોનાના પહેલા વેરિયન્ટથી જ્યારે કોઈ વ્યક્તિ સંક્રમિત થાય છે તો તેમાં તેના લક્ષણ 2 દિવસથી લઈને 2 અઠવાડિયા સુધી નજરે પડે છે પરંતુ ઓમીક્રોન ખૂબ જ ખતરનાક છે. તેના લક્ષણ માત્ર 3-5 દિવસમાં જ નજરે પડવા લાગે છે. બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સી પણ સૂચન આપી ચૂકી છે કે તે ડેલ્ટા વેરિયન્ટથી ખૂબ જ ઓછા સમયમાં પોતાની ઝપેટમાં લઈ રહ્યા છે.
ઓમીક્રોન કેમ ફેલાઈ રહ્યો છે ઝડપથી? તેના લક્ષણ દેખાવા કે તેની ઝપેટમાં આવવાના સમયને લઈને એ વાતનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આખરે તે કઈ રીતે આટલી જલદી ફેલાઈ રહ્યો છે. તેની ઝપેટમાં આવવાનો સમય ખૂબ ઓછો છે અર્થ કે જલદી વ્યક્તિને સંક્રમિત કરી દે છે. જ્યાં સુધી લક્ષણ સામે આવતા નથી ત્યાં સુધી લોકો એ સમજી જ નથી શકતા કે તેઓ ઓમીક્રોનથી સંક્રમિત છે. જેના કારણે બીજા લોકોને ચેતવવા, તેમને આઇસોલેટ કરવાનો સમય પણ મળી શકતો નથી. વિશેષજ્ઞોનું કહેવું છે કે ઇન્ક્યૂબેશન પિરિયડ જેટલો ઓછો હશે વાયરસ એટલો વધારે ખતરનાક હશે.
બીજા વેરિયન્ટથી અલગ છે ઓમીક્રોનના લક્ષણ? કેટલાક રિપોર્ટ મુજબ ઓમીક્રોનના લક્ષણ પણ કોરોનાના બીજા વેરિયન્ટથી અલગ છે. આ કારણ પણ લોકો સમજી શકતા નથી કે તેઓ તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે પરિણામે પહેલા વેરિયન્ટમાં લોકોને ખાસી, તાવ, માથાનો દુઃખાવો અને સ્વાદ અને ગંધ જવા જેવા લક્ષણ રહેતા હતા પરંતુ ઓમીક્રોન વેરિયન્ટમાં ગળામાં ખારાશ, શરીરના નીચેના પાછળના ભાગમાં દુઃખાવો, નાક વહેવું કે બંધ થવું, માથાનો દુઃખાવો, માંસપેશીઓમા દુઃખાવો, છિંક આવવી, રાત્રે પરસેવો આવવા જેવા લક્ષણ દેખાઈ રહ્યા છે.
કેટલા દિવસમાં સારા થઈ રહ્યા છે ઓમીક્રોનના દર્દી? બ્રિટનના રિપોર્ટ મુજબ ત્યાં ઓમીક્રોનના દર્દી 5 દિવસથી લઈને એક અઠવાડિયાની અંદર એવરેજ સમયમાં સારા થઈ રહ્યા છે. જોકે કેટલાક લોકોમાં ખાસી અને થાક લાગવા જેવા લક્ષણ લાંબા સમય સુધી દેખાય છે. તો કેટલાક ગંભીર દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ જોવા મળી રહી છે. તે દર્દીઓને સારા થવામાં 13 દિવસનો સમય લાગી રહ્યો છે.