IMAની લોકોને અપીલ: સરકાર નિર્ણય કરે કે ન કરે, બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરો
કોરોનાની સ્થિતિ પર રાજકોટમાં `મેગામંથન’, IMA રાજકોટ અને કલેક્ટરની થઈ બેઠક, બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરાઈ, બાળકોને શાળાએ ન મોકલવા અપીલ કરાઈ.
સમગ્ર રાજ્ય સહિત રાજ્યમાં પણ કોરોના કેસો વધતાં સૌ કોઈ ચિંતાની લહેર વ્યાપી ગઈ છે. ત્યારે આજે રાજકોટમાં સંક્રમણના કહેરના પગલે રાજકોટ જિલ્લા કલેકટર અને આઈએમએ વચ્ચે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં IMAએ જિલ્લા કલેકટર સાથે કોરોનાની સ્થિતિની કરી સમીક્ષા કરી હતી. બેઠક બાદમાં IMA રાજકોટના પ્રમુખ પ્રફુલ કામાણીએ વાલીઓને અપીલ કરી હતી કે હાલની સ્થિતીને ધ્યાનમાં રાખીને બાળકોને શાળાએ ન મોકલે.
બેઠકમાં કોરોનાની સ્થિતિની લઈને સમીક્ષા કરાઈ. આ સાથે આ બેઠકમાં કલેક્ટર સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં રાજકોટમાં હાલ કોરોના નાથવા અંગે થઈ રહેલી કામગીરી તેમજ કોરોના ટેસ્ટિંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ સાથે કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે જિલ્લાના તબીબોને તૈયાર રહેવા સૂચના આપી હતી. તેમજ ઓક્સિજનની સ્થિતિની અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.