ICICI સિક્યોરિટીઝે આ કંપનીના શેર લેવાની સલાહ આપી, 1 વર્ષમાં 42% રિટર્ન આપી શકે
ઘરેલુ બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝ સરકારી સ્વામિત્વ વાળી કંપની એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના શેરોમાં 42 ટકા સુધીનું રિટર્ન આવવાની આશા વ્યક્ત કરી છે અને આ લક્ષ્ય માટે એક વર્ષની અવધિ પણ આપી છે. કંપનીના ક્વાર્ટરલી પરિણામો બાદ બ્રોકરેજ હાઉસે એક રિપોર્ટ જારી કર્યો છે અને આ રિટર્નનું અનુમાન લગાવ્યું છે.
એન્જિનિયર્સ ઇન્ડિયાનો ચોખ્ખો નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 341.08 ટકા વધીને 75.16 કરોડ રૂપિયા થઇ ગયો છે, જ્યારે, 2021-22ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ આંકડો 17.04 કરોડ રૂપિયા હતો. ક્વાર્ટરલી રિઝલ્ટમાં કંપનીના વેચાણમાં પણ સપ્ટેમ્બર દરમિયાન 20.75 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે વધીને 793.06 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.
બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝ અનુસાર, એન્જિનિયર્સ ઇન્ડિયા પાઇપલાઇન, હાઇડ્રોકાર્બન ફ્યુઅલ અને હાઇડ્રોજન ઇથેનોલ જેવા રીન્યુએબલ ફ્યુઅલ્સના પ્રોજેક્ટને લઇને નવી સંભાવનોઓ તલાશી રહી છે.
જેમ જેમ કંપનીનું કેપિટલ એક્પેન્ડિચર વધશે, આ ક્ષમતાઓ કંપનીને નવા ઓર્ડર આપવવામાં મદદ કરશે. જ્યારે, કંપનીને મળનારા ઓર્ડરમાં પણ વધારો થયો છે અને બેસેન્સ શીટમાં ઘણું કેશ ઉપલબ્ધ છે.
આ દરેક વાતોને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ ફર્મે એન્જિનિયર્સ ઇન્ડિયાના સ્ટોકમાં ખરીદીની સલાહ આપી છે અને બાય રેટિંગ સ્થિર રાખી છે અને એક વર્ષની અવધિ માટે આ શેરનો ટાર્ગેટ પ્રાઇસ 103 રૂપિયા રાખ્યો છે. એન્જિનિયર્સ ઇન્ડિયાના શેરનો ભાવ 73.50 રૂપિયા છે.
આ સ્ટોક શુક્રવાર એટલે કે, 11મી નવેમ્બરના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 1.59 ટકાની તેજી સાથે 73.50 રૂપિયાના ભાવ પર બંધ આવ્યો હતો. પાછલા એક મહિનામાં આ શેરમાં 17.51 ટકાની તેજી નોંધવામાં આવી છે, જ્યારે 6 મહિનામાં લગભગ 24.37 ટકા રિટર્ન મળ્યું છે.
પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ આવનારી એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ એક સરકારી કંપની છે, જેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. કંપની પેટ્રોલિયમ રિફાઇનરી અને અન્ય ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ માટે એન્જિનિયરિંગ સર્વિસિઝ ઉપલબ્ધ કરાવે છે.
કંપનીની માર્કેટ વેલ્યુ લગભગ 4.08 હજાર કરોડ રૂપિયા છે. મજબૂત બેલેન્સ શીટ અને ભવિષ્યના પ્રોજેક્ટ્સને ધ્યાનમાં રાખીને દેશની નવરત્ન કંપનીઓમાંની એક એન્જિનિયર્સ ઇન્ડિયા કંપનીમાં સારા રિટર્ન માટે એક વર્ષની અવધિ માટે રોકાણ કરી શકાય.