હું બે વખત તેના ફ્લેટમાં ગઈ હતી, આફતાબની નવી ગર્લફ્રેન્ડે કર્યાં 7 ચોંકાવનારા ખુલાસા

હું બે વખત તેના ફ્લેટમાં ગઈ હતી, આફતાબની નવી ગર્લફ્રેન્ડે કર્યાં 7 ચોંકાવનારા ખુલાસા

શ્રદ્ધા વાલકર હત્યાકાંડમાં ચાલી રહેલી તપાસ વચ્ચે મુખ્ય આરોપી આફતાબ પૂનાવાલાની નવી ગર્લફ્રેન્ડે પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. આફતાબ એક ડેટિંગ પ્લેયફોર્મ દ્વારા એક મનોચિકિત્સક મહિલાના સંપર્કમાં આવ્યો હતો. પોલીસને આપેલા નિવેદનમાં મહિલાએ ખુલાસો કર્યો કે આફતાબ ક્યારેય ડરેલો જોવા મળતો નહોતો અને તે હંમેશા પોતાના મુંબઈવાળા ઘરની ચર્ચા કરતો હતો.

આફતાબની નવી ગર્લફ્રેન્ડે કર્યાં ચોંકાવનારા ખુલાસા

  • મહિલાએ જણાવ્યું કે તેણે ઓક્ટોબરમાં બે વખત છતરપુરના તે ફ્લેટનો પ્રવાસ કર્યો હતો, જ્યાં આફતાબે કથિત રૂપથી શ્રદ્ધાનું ગળું દબાવ્યું હતું.
  • – આફતાબની નવી ગર્લફ્રેન્ડે કહ્યું કે તેને શ્રદ્ધા વાલકરના શરીરના અંગો ફ્રીઝરમાં હોવાની જાણકારી નહોતી.
  • – મહિલાએ કહ્યું આફતાબનો વ્યવહાર સામાન્ય લાગી રહ્યો હતો. ત્યાં સુધી કે તે ખુબ ધ્યાન રાખતો હતો અને તેવું ક્યારેય લાગ્યું નહીં કે તેની માનસિક સ્થિતિ આદર્શ નથી.
  • – મહિલાએ તે પણ જણાવ્યું કે આફતાબની પાસે અલગ-અલગ પ્રકારના ડિયોડ્રેન્ટ અને પરફ્યૂમનું કલેક્શન હતું અને તે હંમેશા તેને પરફ્યૂમ ભેટમાં આપતો હતો.
  • – મહિલાએ જણાવ્યું કે આફતાબ ખુબ સિગારેટ પીતો હતો અને હંમેશા સ્મોકિંગ જલદી છોડવાની વાત કરતો હતો.
  • – મહિલા પ્રમાણે તે અલગ-અલગ ખાવાનો શોખીન હતો અને હંમેશા ઘરે નવી-નવી હોટલમાંથી નોનવેજ વસ્તું મંગાવતો હતો.
  • – મહિલાએ જણાવ્યું કે આફતાબે એક આર્ટિફિશિયલ વીંટી પણ ભેટમાં આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે આ વીંટી શ્રદ્ધાની હતી.

નોંધનીય છે કે આફતાબ અમીન પૂનાવાલા પર પોતાની લિન-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરની 18 મેએ તેની હત્યા કરી હતી અને તેના મૃતદેહના 35 ટુકડા કર્યાં હતા. આફતાબ પર આરોપ છે કે તેણે દક્ષિણી દિલ્હીના મહરૌલીમાં પોતાના આવાસ પર લગભગ ત્રણ સપ્તાહ સુધી 300 લીટરના ફ્રીઝમાં રાખ્યા હતા અને ત્યારબાદ તેને બહાર ફેંકી આવતો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *