‘હું નિર્દોષ છું’, બાળકીને રાખવા તૈયાર, દુષ્કર્મનો આરોપી જેલમાંથી બહાર

‘હું નિર્દોષ છું’, બાળકીને રાખવા તૈયાર, દુષ્કર્મનો આરોપી જેલમાંથી બહાર

દિવસે-દિવસે શહેરમાં ચોરી, લૂટફાંટ, અપહરણ બળાત્કારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના ઓઢવમાં રહેતી 16 વર્ષિય કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી કુંવારી માતા બનાવનાર આરોપી મનોજ પરષોત્તમભાઇ સિસોદીયાની જામીન અરજી સ્પે. પોક્સો કોર્ટના જજ પી.સી.ચૌહાણે ફ્ગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું છે કે, ભોગ બનનારે આરોપીને જામીન આપવા એફિડેવીટ ફાઈલ કરી છે. પરંતુ તે જાતે હાજર રહી નથી. ત્યારે આવા કેસમાં આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર ઓઢવમાં રહેતી 16 વર્ષિય સગીરાને તેના જ વિસ્તારમાં રહેતો મનોજ પરષોત્તમભાઇ સિસોદીયા અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ તેની પર જુદી જુદી જગ્યાએ દુષ્કર્મ આચર્યુ હતુ. જેથી કિશોરી ગર્ભવતી થઇ હતી. આ અંગે જાણ થતા તે ફરી કિશોરીનું અપહરણ કરી લઇ ગયો હતો. આ મામલે ફરિયાદ થતા પોલીસે મનોજની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.

આરોપીએ રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું નિર્દોષ છું, પ્રેમ કરું છું, ભોગબનનાર અને જન્મનાર બાળકીને રાખવા તૈયાર છું, જેથી જામીન આપવા કહ્યું. સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ એવી દલીલ કરી હતી કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપી સામે પ્રથમદર્શિય ગુનો બને છે.

આરોપીએ દુષ્કર્મ ગુજાર્યા બાદ કિશોરી ગર્ભવતી બની હતી અને બાળકીને જન્મ પણ આપ્યો છે, આરોપી જેલમાં હોવા છતા સમાધાનના પ્રયાસો કરે છે ત્યારે આરોપીને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે ચેડા કરે તેવી શક્યતા છે ત્યારે આરોપીને જામીન ન આપવી જોઇએ. ત્યારબાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *