80,000% સુધી આપ્યું જોરદાર વળતર, આ 5 કંપનીએ રોકાણકારોને કરી દીધા માલામાલ

80,000% સુધી આપ્યું જોરદાર વળતર, આ 5 કંપનીએ રોકાણકારોને કરી દીધા માલામાલ

સેલ મેન્યુફેક્ચરિંગના શેરની કિંમતોમાં વર્ષ 2022 દરમિયાન 1550 ટકા તેજી જોવા મળી રહી છે. વર્ષ 2022માં વધુ વળતર આપનાર કંપનીની યાદીમાં અન્ય એક કંપની જગસનપાલ ફાર્માસ્યુટીકલ્સના નામનો સમાવેશ થાય છે. ગ્લોબ કેપિટલ માર્કેટસે પણ જોરદાર વળતર સાથે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈસિસના નામનો પણ સમાવેશ થાય છે.

શેરબજારમાં રોકાણ માટે જેટલું જરૂરી છે કે યોગ્ય કંપનીની પસંદગી કરવાનુ એટલું જ જરૂરી કંપની પર વિશ્વાસને જાળવી રાખવાનો છે. આજે અમે પાંચ એવી કંપની વિશે વાત કરી રહ્યા છીએ કે જે 3 વર્ષમાં 80,000 ટકા સુધી વળતર આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યાદીમાં અદાણી ગ્રુપની કંપનીનો સમાવેશ થાય છે.

1. સેલ મેન્યુફેક્ચરિંગ (Sel Manufacturing)ના શેરની કિંમતોમાં વર્ષ 2022 દરમિયાન 1550 ટકા તેજી જોવા મળી રહી છે. જ્યારે વર્ષ 2021માં 1523 ટકા સુધી વળતર આપ્યું છે. 31 ડિસેમ્બર 2019ના રોજ કંપનીના શેરનો ભાવ ફક્ત 0.78 હતો. હવે આ કંપનીના શેરની કિંમત વધીને રૂપિયા 621.20 થઈ ગઈ છે. એટલે કે વર્ષ 2019થી અત્યાર સુધીમાં કંપનીના શેરની કિંમતમાં 79,541 ટકાની તેજી જોવા મળી છે. આજે આ કંપનીના શેરનો ભાવ રૂપિયા 583 છે.

2.વર્ષ 2022માં વધુ વળતર આપનાર કંપનીની યાદીમાં અન્ય એક કંપની જગસનપાલ ફાર્માસ્યુટીકલ્સ (Jagsonpal Pharmaceuticals) ના નામનો સમાવેશ થાય છે. કંપનીના શેરોની કિંમતોમાં છેલ્લા એક વર્ષમાં 107.42 ટકાની તેજી જોવા મળી છે. વર્ષ 2021માં કંપનીના શેરની કિંમત 150.31 ટકા વધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બર,2019ના રોજ કંપનીના શેરની કંમત રૂપિયા 25.75 હતી, જે વર્તમાન સમયમાં વધીને રૂપિયા 371.50 થઈ ગઈ છે. એટલે કે અત્યાર સુધીમાં કંપનીના શેરની કિંમતમાં 1,342.71 ટકાનો ઉછાળો આવ્યો છે.

3.Dynacons Systems & Solutionsના શેરોમાં પણ ખૂબ જ સારું વળતર આપ્યું છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન રોકાણકારોને આ કંપનીએ 1303 ટકા વળતર આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીના શેરમાં વર્ષ 2022 દરમિયાન 114.55 ટકા સુધીની તેજી જોવા મળી હતી. જ્યારે વર્ષ 2021માં કંપનીના શેરમાં 149.46 ટકાની તેજી આવી હતી.

4. ઉચ્ચ વળતર આપનાર કંપનીઓની યાદીમાં અદાણી એન્ટરપ્રાઈસિસ (Adani Enterprises)ના નામનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 3 વર્ષમાં આ કંપનીના શેરની કિંમતોમાં 1755.90 ટકાની તેજી આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં અદાણી એન્ટરપ્રાઈસિસના શેરમાં રોકાણકારોને 125.88 ટકાનું વળતર મળ્યું છે.

5.ગ્લોબ કેપિટલ માર્કેટસ (Global Capital Markets) પણ જોરદાર વળતર સાથે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. કંપનીના શેરની કિંમતોમાં છેલ્લા 3 વર્ષમાં 6410 ટકાની તેજી જોવા મળી છે. ગયા વર્ષે આ કંપનીએ રોકાણકારોને 567.73 ટકા વળતર આપ્યું હતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *