ઉર્ફી જાવેદ ના કપડાં ને લઇ ને હિન્દુસ્તાની ભાઉ એ આપી ઉર્ફી ને વિડીયો દ્વારા ધમકી તો ઉર્ફી જાવેદે કહ્યું કે તે કોઈનાથી પણ, જુઓ વિડીયો.
આજકાલ સોશિયલ મીડિયા ઉપર અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની ફેશન સેન્સ ને લઈને ખાસ એવી ચર્ચા નો વિષય રહે છે. બિગ બોસમાં સ્પર્ધક અને ઓટીટી સ્પર્ધક ધરાવતી ઉર્ફી જાવેદ પોતાના કપડાઓને લઈને ખાસ એવી ટ્રોલિંગ નો શિકાર બનતી હોય છે અને તેને લોકોના ગુસ્સાનો પણ સામનો કરવો પડતો હોય છે.
સામાન્ય લોકોથી માંડીને મોટા સેલેબ્સ લોકો પણ ઓળખી ઉર્ફી જાવેદના કપડાઓમાં કોમેન્ટ મારતા હોય છે. એવામાં બીગ બોસના સ્પર્ધક રહી ચૂકેલા હિન્દુસ્તાનની ભાવુ એ હાલમાં ઉર્ફી જાવેદ માટે એક ધમકી ભર્યો વિડીયો બહાર પાડ્યો છે.
હિન્દુસ્તાની ભાઉએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં હિન્દુસ્તાની ભાઉ ઉર્ફી જાવેદને કહી રહ્યા છે કે “જય હિન્દ… આ સંદેશ ઉર્ફી જાવેદ માટે છે જે આજના સમયમાં પોતાને એક મોટી ફેશન ડિઝાઇનર માની રહ્યા છે. દીકરા, તું ફેશનના નામે કપડાં પહેરીને ફરે છે આ રિવાજ નથી આ સંસ્કૃતિ નથી. તારા કારણે બહેન-દીકરીઓમાં બહુ ખોટો સંદેશો જાય છે.
તો સુધર, નહીંતર હું તને સુધારીશ. હિંદુસ્તાની ભાઉ ઉર્ફીએ પણ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. એટલું જ નહીં પરંતુ તેણે આ વીડિયો પર ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. ઉર્ફી જાવેદે પોતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ સાથે તેણે હિન્દુસ્તાની ભાઉને બેવડા ચહેરાવાળા પણ કહ્યા.
ઉર્ફી જાવેદે આગળ લખ્યું, “તમે જાણો છો, હું તમને જેલની હવા ખવડાવી શકું છું. પરંતુ એક મિનિટ, તમે ત્યાં ઘણી વખત આવ્યા છો. આ યુવાનો માટે આટલો સારો સંદેશ છે, જેલમાં જઈને તેની કરતાં અડધી ઉંમરની છોકરીને ધમકાવી રહી છે. ઉર્ફી જાવેદે પોતાની પોસ્ટમાં એમ પણ કહ્યું કે એક સમય એવો હતો જ્યારે હિન્દુસ્તાની ભાઉ તેને પ્રમોટ કરાવવા માંગતા હતા, પરંતુ આ માટે તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી.
આ ઉપરાંત ઉર્ફી જાવેદે કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. આ વાંચીને ખબર પડી કે તે કોઈની સાથે વાત કરી રહી હતી અને સામેથી કહેવામાં આવી રહ્યું હતું કે હિન્દુસ્તાની ભાઉ તેની સાથે કામ કરવા માંગે છે. આમ આ વિડીયો સામે આવતા ની સાથે જ સોશિયલ મીડિયા પર ખલબલી મચી જવા પામી હતી.