અનાથ દીકરીઓના પાલક પિતા મહેશ સવાણીએ લગ્ન તો કરાવી દીધા પણ હવે દીકરી અને જમાઈને આપ્યું હનીમુન પેકેજ- જાણો ક્યાં જશે ફરવા
દીકરીઓના પિતા તરીકે જાણીતા મહેશ સવાણી છેલ્લા ઘણા વર્ષોથી માતા પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવીને સંસાર શરૂ કરાવે છે. કોરોનાના કપરા કાળ બાદ પણ તેમણે ગત લગ્ન સીઝનમાં દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. હવે નવદંપતિ માટે હનિમૂનનું આયોજન કરી આપ્યું છે. છેલ્લા તેમણે કુલ 300 દીકરીઓના લગ્નનું આયોજન કર્યું હતું. તા.3 અને 4 ડીસેમ્બરના રોજ આ દીકરીઓ માટે રોયલ વેડિંગ યોજાયા હતા.
હનિમૂનના આયોજનના ભાગરૂપે ઘણા બધા યુગલ ગ્રૂપને સુરતથી મનાલી જવા માટે મોકલવામાં આવ્યા. આ પ્રવાસની શરૂઆત પણ સવાણી ગ્રૂપ તરફથી કરી દેવામાં આવી હતી. મહેશ સવાણીએ આ ગ્રૂપને સુરત રેલવે સ્ટેશનથી આવજો કહ્યું હતું. આ સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. મહેશ સવાણીએ આમાંથી કેટલાક ફોટો પોતાના ફેસબુક પેજ પર શેર કર્યા છે. આ તસવીરમાં દરેક યુગલ ખુશ જોવા મળ્યા છે. 40 દીકરીઓનું ગ્રૂપ સુરતથી મનાલી જવા માટે રવાના થયું હતું.
આ ગ્રૂપમાં રહેલા દરેક સભ્યોએ કોવિડની મારક વેક્સીનના તમામ ડોઝ લીધેલા છે. બપોરના સમયે આ ગ્રૂપને સુરતથી રવાના કરવામાં આવ્યું હતું. આ અંગે મહેશ સવાણીએ કહ્યું કે, ચુંદડી મહિયરની પ્રસંગમાં આવેલી 40 દીકરીઓ આજે સુરતથી મનાલી જવા માટે રવાના થશે.
કુલ્લુ મનાલીમાં 12 દિવસના પ્રવાસનું આયોજન કરાયું છે. બે દિવસ જતા અને બે દિવસ આવતા થશે, આઠ દિવસમાં ગ્રૂપ મનાલીના સાઈટ સીન અને હાલમાં જે હિમવર્ષા થઈ રહી છે એને એન્જોય કરશે. મારી દીકરી સાથે જમાઈ પણ આનંદ માણશે. આ ગ્રૂપે વેક્સીનના બંને ડોઝ લીધેલા છે.
આ સાથે એક મેડિકલ કિટ, જુદી જુદી જ્ઞાતિ અને ધર્મના ડૉક્ટર પણ સાથે છે. ડૉક્ટરની એક ટીમ એની સાથે જ જઈ રહી છે. તા.5 જાન્યુઆરીથી આ પ્રવાસની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રવાસમાં મનાલીની આસપાસના દરેક સાઈટ સીન આવરી લેવાયા છે.
આ પ્રકારના આયોજન બદલ સર્વત્ર સવાણી ગ્રૂપની એક ઉમદાકાર્ય હેતું ચર્ચા થઈ રહી છે. કોવિડને કારણે બે વર્ષ સુધી કોઈ લગ્નનું આયોજન થઈ શક્યું ન હતું. પરંતુ ગત સીઝનમાં રોયલ વેડિંગ પૂરા થતા હવે યુગલ હનિમૂન કરવા માટે સુરતથી રવાના થઈ ચૂક્યા છે.
એ