ગ્રીષ્મા વેકરિયા હ’ત્યા કેસ: દોષિત ફેનિલે ફાંસીની સજા સામે કરેલી અપીલ પર હાઈકોર્ટમાં સુનાવણી ટળી
સુરતના બહુ ચર્ચાસ્પદ ગ્રીષ્મા વેકેરિયા હત્યા કેસમાં દોષિત ફેનિલ ગોયાણીએ સુરત સેશન્સ કોર્ટના હુકમની સામે કરેલી અપીલ પર હાઈકોર્ટમાં સુનાવણી ટળી છે.
દોષિત ફેનિલના વકીલ અન્ય કેસ સંદર્ભે દિલ્હીમાં હોવાથી આ કેસમાં તેમણે મુદત માગી છે. જે રજૂઆતને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે. આ અરજી પરની વધુ સુનાવણી 17 ઓક્ટોબરે હાથ ધરાશે.
શું હતો સેશન્સ કોર્ટનો હુકમ ?
આ કેસમાં મે માસમાં સુરત સેશન્સ કોર્ટે દોષિત ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારેલી છે. સેશન્સ કોર્ટનુ અવલોકન હતુ કે આ કેસ રેરેસ્ટ ઓફ રેર પ્રકારનો કેસ છે. આવા ગુનો આચરનારા દોષિતને કડકમાં કડક સજા થવી જરૂરી છે.
એક કસાઈ જેમ પ્રાણીની કતલ કરે છે, તે રીતે દોષિતે મૃતક ગ્રીષ્માના ગળા ઘાતક હથિયારથી વાર કરેલો. જજે એ પણ નોંધેલી કે, તેમણે તેની 28 વર્ષની કારકિર્દીમાં આ પ્રકારનો કેસ જોયો નથી.
કેસની વિગત
સુરત જિલ્લાના કામરેજમાં એક તરફી પ્રેમમાં પાગલ 21 વર્ષના દોષિત ફેનિલે ચાલુ વર્ષે ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્માના પરિવારજનો અને પાડોશીની સામે ઘાતક હથિયારથી વાર કરીને ગ્રીષ્માની હત્યા કરેલી.
આ હત્યા બાદ, સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડેલા. પોલીસે પણ તાબડતોબ તપાસ કરીને સંબંધિત કોર્ટમાં 2,500 પાનાની ચાર્જશીટ ફાઈલ કરેલી. આ સમગ્ર ટ્રાયલ બે માસમાં પૂર્ણ કરાયેલી અને કોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારેલી. જે ફાંસીની સજાને કન્ફર્મ કરવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરેલી છે. જેમાં, હાઈકોર્ટે નોટિસ ઈસ્યુ કરેલી