રાજકોટના ચાર ચોપડી ભણેલા રસિકભાઇનું અને તેમના પરિવારનું લીલી ચટણીએ આખું જીવન બદલી નાખ્યું.
આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે તેમના જીવનમાં એવું કાર્ય કરતા હોય છે તેના કારણે તેમનું આખું જીવન બદલાઈ જતુ હોય છે, આજે આપણે એક તેવા જ રાજકોટના પરિવાર વિષે વાત કરીશું, રાજકોટના આ પરિવારનું એક ચટણીએ આખું નસીબ બદલી નાખ્યું હતું, રાજકોટમાં આજે પણ વેફર અને ચેવડા સાથે ખાવા માટે લીલી ચટણી ખુબ જ પ્રખ્યાત છે.
રાજકોટના રસિકભાઇની લીલી ચટણી આજે દેશ અને વિદેશમાં ખુબ જ જાણીતી બની હતી, રાજકોટના રસિકભાઇ માત્ર ચાર ધોરણ જ ભણેલા હતા, તો પણ રસિકભાઇએ બાવન વર્ષ પહેલા મરચાં અને સિંગદાણામાંથી લીલી ચટણી બનાવવાની શરૂ કરી હતી અને રસિકભાઇની લીલી ચટણીની એટલી બધી માંગ વધી ગઈ હતી કે દરરોજની સો કિલો ચટણી વેચાઇ જતી હતી.
રસિકભાઇએ ચાર ચોપડી સુધી અભ્યાસ કર્યો હતો તો પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નાની દુકાનમાં વેફર્સ અને ચેવડો વેંચતા હતા, ત્યારબાદ એક દિવસ રસિકભાઇએ લીલા મરચા અને સીંગ દાણાની ચટણી બનાવી તો લોકોને રસિકભાઇની ચટણી ખુબ જ પસંદ આવી અને તેનું વેચાણ થવા લાગ્યું, રસિકભાઇના મૃત્યુ બાદ આજે તેમના દીકરાઓએ આ ધંધાને આગળ લઇ જવાનો નક્કી કર્યો.
રસિકભાઇના દીકરાઓએ લીલી ચટણી બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું, રોજની સો કિલો લીલી ચટણી વેચાઈ રહી હતી અને તહેવારના સમયે ૧૫૦ કિલો ચટણી વેચાતી હતી, રસિકભાઇની ચટણી આજે દેશ વિદેશમાં ખુબ જ જાણીતી બની હતી અને આખા રાજકોટમાં પણ ખુબ જ પ્રખ્યાત બની હતી, આથી રસિકભાઇના આખા પરિવારનું આ એક ચટણીએ નસીબ બદલી નાખ્યું હતું.