Gautam Adani ની કંપની સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાં સામેલ થઇ, સતત 8 દિવસની તેજીનો બનાવ્યો રેકોર્ડ
અદાણી એન્ટરપ્રાઈઝના શેરની કિંમતમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ દેશની ટોચની 10 કંપનીઓની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરની કિંમત લગભગ 20 ટકા વધી છે. જે બાદ કંપની આઈટીસી, બજાજ ફાઈનાન્સ જેવી દિગ્ગજ કંપનીઓને પાછળ છોડીને માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની ટોપ 10 કંપનીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
ગૌતમ અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર સોમવારે રૂ. 3953પર બંધ થયો હતો ત્યારબાદ કંપનીનું માર્કેટ કેપ રૂ. 4.51 લાખ કરોડ પર પહોંચી ગયું છે. 4.55 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC અદાણી એન્ટરપ્રાઇઝિસથી થોડી આગળ છે. તો ભારતી એરટેલનું માર્કેટ કેપ 4.57 લાખ કરોડ રૂપિયા છે.
અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં આવેલ ઉછાળો
છેલ્લા 8 ટ્રેડિંગ સેશનમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે. 17 ઓક્ટોબર, 2022ના રોજ શેર રૂ. 3136 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ત્યાંથી શેરમાં 26 ટકાથી વધુનો વધારો થયો છે. શેરમાં ઉછાળાનું કારણ પણ શાનદાર પરિણામ છે. એક વર્ષ પહેલા અદાણી એન્ટરપ્રાઈઝનો શેર રૂ. 1700 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એટલે કે ચાલુ વર્ષમાં શેરે તેના રોકાણકારોને 130 ટકાથી વધુ વળતર આપ્યું છે.
જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન બીજા ક્વાર્ટરમાં અદાણી એન્ટરપ્રાઈઝ બમણી થઈને રૂ. 461 કરોડ થઈ હતી. કંપનીની આવક 38,175 કરોડ રૂપિયા રહી છે. સ્ટોકમાં આ તેજી પછી પણ ઘણા બ્રોકરેજ હાઉસ હજુ પણ સ્ટોકને લઈને તેજીમાં છે. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે નિફ્ટીમાં જોડાયા પછી, અદાણી એન્ટરપ્રાઇઝના શેરને લઈને રોકાણકારોનું વલણ વધ્યું છે, જેના કારણે શેરમાં વધારો થયો છે.
Sensex ની ટોચની 10 કંપનીઓ અને તેની માર્કેટ વેલ્યુ
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2FY23) માં, અદાણી એન્ટરપ્રાઈઝનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ગયા વર્ષની સરખામણીમાં બમણાથી વધુ વધીને રૂ. 461 કરોડ થયો હતો. કંપનીની કોન્સોલિડેટેડ આવક પણ વાર્ષિક ધોરણે લગભગ ત્રણ ગણી વધીને રૂ. 38,175 કરોડ થઈ છે. વ્યાજ, કર, ઘસારા અને ઋણમુક્તિ (એબિટડા) પહેલાંની એકીકૃત આવક 69 ટકા વધીને રૂ. 2,136 કરોડ થઈ છે.