ગૌતમ અદાણી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની કરશે કાયાપલટ, જીતી લીધી સૌથી મોટી બોલી

ગૌતમ અદાણી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની કરશે કાયાપલટ, જીતી લીધી સૌથી મોટી બોલી

એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તાર ધારાવીની હવે કાયાપલટ થશે. ધારાવીના રિડેવલપમેન્ટની કમાન વિશ્વના ત્રીજા સૌથી ધનિક ગૌતમ અદાણીની કંપનીને મળી છે. તમામ કંપનીઓને પછાડતા અદાણી ગ્રૂપની કંપની અદાણી રિયલ્ટીએ ધારાવી સ્લમની કાયાપલટ કરવા માટેના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની બોલી જીતી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર સરકારને ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ત્રણ બિડ્સ મળી હતી. પ્રોજેક્ટના CEO એસવીઆર શ્રીનિવાસ અનુસાર ત્રણ બોલીમાંથી એક નમન ગ્રૂપની બોલી બીડિંગમાં ક્વૉલિફાય થઇ શકી નહીં. બાદમાં આ રેસમાં અદાણી રિયલ્ટી અને ડીએલએફ હતા.

CEOએ જણાવ્યું કે અદાણી ગ્રૂપ દ્વારા આ પ્રોજેક્ટ માટે DLFની બીડથી બે ગણી વધુ બોલી લગાવી હતી. અદાણીએ 5,069 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી જ્યારે DLFની બોલી 2,025 કરોડ હતી. સરકારે 17 વર્ષમાં ધારાવી સ્લમના રિડેવલપમેન્ટનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

મુંબઇ ધારાવીના પુનર્વિકાસ માટે મહારાષ્ટ્ર સરકારની બ્લૂપ્રિન્ટ મુજબ તે કોઇ કંપની સાથે કરાર કરીને આ વિસ્તારની કાયાપલટ કરશે. આ પ્રોજેક્ટથી ત્યાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના જીવનમાં બદલાવ જોવા મળશે.

પ્રોજેક્ટ અંતર્ગત ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મફત ઘર મળશે. જે દરેક જરૂરિયાતોથી સજ્જ હશે. કમેન્સમેન્ટ સર્ટિફિકેટ જારી થવાનાં 7 વર્ષમાં પહેલા તબક્કાનું કામ પૂરું થાય તેવી આશા છે. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 20,000 કરોડથી વધુ છે.

વર્ષ 2019માં સરકારે ધારાવી સ્લમના રિડેવલપમેન્ટ માટે ગ્લોબલ ટેન્ડર જારી કર્યું હતું. પરંતુ વિભિન્ન કારણોને લીધે ટેન્ડર રદ્દ કરાયું હતું. ત્યારબાદ ગત ઑક્ટોબરમાં જારી કરાયેલા ટેન્ડર માટે ત્રણ વિદેશી કંપની સહિત કુલ 8 કંપનીઓને રસ દાખવ્યો હતો, પરંતુ માત્ર ત્રણ કંપનીઓ જ બિડ્સ જમા કરાવી હતી. તેમાં અદાણી રિયલ્ટી અને ડીએલએફ ઉપરાંત નમન ગ્રૂપ સામેલ હતાં. જેમાં અદાણી જૂથે હવે પ્રોજેક્ટ માટેની બોલી જીતી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *