ગૌતમ અદાણીએ કરી મોટી વાત.. આવતા 10 હજાર દિવસોમાં ભારત ગરીબી મુક્ત બની જશે!!!…જાણો

ગૌતમ અદાણીએ કરી મોટી વાત.. આવતા 10 હજાર દિવસોમાં ભારત ગરીબી મુક્ત બની જશે!!!…જાણો

ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે. તેઓ અમદાવાદ સ્થિત બહુરાષ્ટ્રીય સમૂહ અદાણી જૂથ ના અધ્યક્ષ અને સંસ્થાપક છે. તેમણે ૧૯૮૮માં અદાણી જૂથની સ્થાપના કરી અને પોતાના વ્યવસાય સંસાધનોને ઊર્જા, કૃષિ, રક્ષા, એરોસ્પેસના ક્ષેત્રોમાં વિસ્તરિત કર્યો. જૂન ૨૦૨૧માં તેમના કુટુંબની કુલ સંપતિ અંદાજે ૭૮.૬ અબજ ડોલર છે.

ગુરુવારે ટાઇમ્સ નેટવર્ક દ્વારા આયોજિત ઇન્ડિયા ઇકોનોમિક કોન્ક્લેવમાં અદાણીએ જણાવ્યું હતું કે, આપણે વર્ષ 2050 થી લગભગ 10,000 દિવસ દૂર છીએ. આ સમયગાળા દરમિયાન, મને આપણા અર્થતંત્રમાં લગભગ 25 ટ્રિલિયન ડોલર ઉમેરવાની આશા છે. અદાણી ગ્રૂપના ચેરમેને કહ્યું, આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી છીએ, પરંતુ 75 વર્ષની ઉંમરે પણ આપણે યુવાન છીએ. આપણી પાસે એક બંધારણ છે જે મક્કમ છે. આપણી ખરીદ શક્તિની સમાનતા વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી મોટી બની ગઇ છે અને આપણો જીડીપી 55 ગણો વધ્યો છે. કેટલાક લોકોએ આપણી લોકશાહીને ખૂબ ધોંધાટવાળી ગણાવી છે. પરંતુ શાંત અને પરિપક્વ લોકશાહી કરતાં યુવા અને ઘોંઘાટવાળી લોકશાહી હોવી હંમેશા સારી છે. આ ધોંધાટ આપણને આપણા વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપે છે.

અદાણી ગ્રૂપના ચેરમેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમને વિદેશી રસીઓ કરતાં ભારતમાં વિકસિત ભારત બાયોટેકમાં વધુ વિશ્વાસ છે. તેથી તેનો ઉપયોગ કરવા માટે મોખરે ઊભા હતા. આ સ્વતંત્રતા છે. એ હકીકત છે કે ભારત લાંબા સમય સુધી ધરેલું વપરાશ અર્થતંત્ર રહેશે. આત્મનિર્ભર ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનના વિસ્તરણનો માર્ગ મોકળો કરે છે. આ વિઝન આત્મનિર્ભર ભારતથી ભારત આશ્રિત તરફ જવાનો છે . તેઓએ કહ્યું કે 10 હજાર દિવસોમાં જીડીપીમાં દરરોજ 2.5 બિલિયન ડોલર ઉમેરાશે, તેમણે કહ્યું “હું પણ આશા રાખું છું કે આ સમયગાળામાં , આપણે તમામ પ્રકારની ગરીબી નાબૂદ કરીશું”,

જો દેશ 2050 સુધીમાં અંદાજિત 30,000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બની જાય છે, તો તે એવો દેશ પણ બની શકે છે જ્યાં કોઇ ખાલી પેટે સૂશે નહીં. તેવું ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું. ગૌતમ અદાણીનું ગ્રુપ એરપોર્ટથી લઇને બંદરો સુધી અને પાવર જનરેશનથી લઈને ડિસ્ટ્રિબ્યુશન સુધી તમામ બિઝનેસમાં ફેલાયેલું છે.

તેમણે કહ્યું કે એક રાષ્ટ્ર તરીકે આપણે માત્ર 10,000 દિવસમાં આ કરવા સક્ષમ છીએ અને અર્થવ્યવસ્થા યોજના મુજબ વૃદ્ધિ પામશે , તો આ 10,000 દિવસોમાં શેરબજાર માર્કેટ કેપિટલાઇઝેશનમાં લગભગ 40 ટ્રિલિયન ડોલર ઉમેરશે , જેનો અર્થ છે કે તે 2050 સુધીમાં દરરોજ 4 બિલિયન યુએસ ડોલર ઉમેરશે. અદાણીએ 2021 માં વધારાની સંપત્તિમાં 49 બિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે, જે વિશ્વના બે સૌથી ધનિક વ્યક્તિઓ – એલોન મસ્ક અને જેફ બેઝોસ કરતાં વધુ છે. આ સાથે, 2021 માં , તેમની કુલ સંપત્તિ વધીને 81 બિલિયન ડોલર થઇ ગઇ. અદાણીએ કહ્યું કે 1.4 બિલિયન જીવનનો ઉત્થાન કદાચ મેરેથોન જેવો લાગે પરંતુ તે લાંબી ‘સ્પિરન્ટ’ જેવી છે.

નોંધપાત્ર રીતે, વિશ્વ બેંકે દેશમાં ગરીબી અંગેના તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતમાં 2011 અને 2019 ની વચ્ચે અત્યંત ગરીબીમાં 12.3 ટકાનો ભારે ઘટાડો નોંધાયો છે. 2011 માં 22.5 ટકા હતી જે 2019 માં ઘટીને 10.2 ટકા થઈ ગઈ છે.

અદાણીએ સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે દેશના નિર્માણમાં આ અભિયાનની બહુ મોટી ભૂમિકા છે. આવનારા સમયમાં દેશ આત્મનિર્ભરમાંથી ભારત પર નિર્ભર બનવાની યાત્રા કરશે. મધ્યમ વર્ગની તાકાત અર્થતંત્રને વધુ વેગ આપશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *