રૂંવાડા ઉભા કરી દેતી ઘટના, ભાઈએ ગર્ભવતી બહેનનું માથું કા;પી નાખ્યું, જુઓ તસવીરો
હાલમાં જ રૂંવાડા ઊભી કરી દેતી ખૌફનાક ઘટના બની હતી. એક સગીરે માતા સાથે મળીને પોતાની ગર્ભવતી બહેનનું માથું ધડથી અલગ કરી દીધું હતું. રુંવાડા ઉભા કરી દેતી આ ઘટના જોઈને ભલભલાને કંપારી છૂટી ગઈ હતી. હત્યાની બર્બરતા જોઈને પોલીસ પણ બે ઘડી અચંબામાં પડી ગઈ હતી.
આ અંદરથી ધ્રુજાવી દેતો ધૃણાસ્પદ બનાવ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં હાલમાં સામે આવ્યો હતો. અહીંના વૈજાપુરના ગોયગાંવ નામના ગામમાં બનેલી આ ઘટનાથી સૌ કોઈ ડરી ગયા હતા. જે રીતે આ ઘટનાને અંજામ આપવામા આવ્યો,
તેથી એમ કહેવામાં આવી રહ્યું છે કે આ મશહૂર મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ જેવી જ ઘટના છે. ફિલ્મમાં ઓનર કિલિંગની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં યુવતીના ઘરના લોકો મહેમાન બનીને આવે છે અને પછી તેની હત્યા કરી નાખે છે.
પરિવારના વિરોધ વચ્ચે લગ્નઃ કીર્તિ મોટે નામની 19 વર્ષીય યુવતની હત્યા એટલા માટે કરવામાં આવી, કારણ કે તેણે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. પીડિત યુવતીના ભાઈ સંકેત મોટે તથા માતા શોભા મોટેએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
ગામના યુવાન સાથે લગ્ન કર્યા: 19 વર્ષીય કીર્તિએ થોડાં દિવસ પહેલાં પરિવારના વિરોધ વચ્ચે ગામના 23 વર્ષીય યુવાન અવિનાશ થોરે સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કીર્તિના જીવનમાં બધું જ ઠીકઠાક ચાલતું હતું, પરંતુ રવિવાર, 5 ડિસેમ્બરના રોજ એવી ઘટના બની કે જેની આશા કોઈને પણ નહોતી.
બહેન ખુશ હતીઃ માતા તથા ભાઈએ ફોન કરીને એમ કહ્યું હતું કે તે બધું જ ભૂલીને તેને અપનાવવા માગે છે. કીર્તિ ભાઈ-માતાની આતુરતાથી રાહ જોવા લાગી હતી. જ્યાર તે લોકો આવ્યા ત્યારે માતા-ભાઈ માટે રસોડમાંથી કંઈક લેવા ગઈ હતી.
આ સમયે ભાઈ પણ કીર્તિની પાછળ પાછળ ગયો હતો. ભાઈએ ધારદાર હથિયારથી કીર્તિનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. આ હત્યાકાંડમાં માતાએ દીકરાને પૂરો સાથ આપ્યો હતો. કીર્તિનું માથું લઈને ભાઈ બહાર આવ્યો હતો અને બધાને બતાવ્યું હતું.
ત્યાં સુધી મારી જ્યાં સુધી ધડ અલગ ના થયુંઃ કહેવામાં આવ્યું હતું કે આરોપીએ ત્યાં સુધી બહેન પર વાર કર્યાં જ્યાં સુધી તેનું માથું ધડથી અલગ ના થયું. આરોપી ભાઈએ બહેનના કપાયેલા માથા સાથે સેલ્ફી લીધી હતી. એટલું જ નહી તેણે આ સેલ્ફી વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરી હતી.
પતિને ડરાવીને ફરાર થયો ભાઈઃ રસોડામાં કંઈક પડવાનો અવાજ આવ્યો ત્યારે પતિ દોડીને આવ્યો હતો. તેણે જોયું તો કીર્તિની લાશ બે ટુકડામાં જમીન પર પડી હતી. તે આરોપીને પકડે તે પહેલાં જ તે ફરાર થઈ ગયો. ત્યારબાદ આરોપી ભાઈ પોલીસ સ્ટેશન ગયો અને સરેન્ડર કર્યું હતું.
પોલીસે આરોપી સગીર તથા માતાની ધરપકડ કરી હતી. સગીરે જ્યારે બહેનને મારી ત્યારે તે ગર્ભવતી હતી. તેનો વાંક એટલો જ હતો કે તેણે પોતાની મરજી પ્રમાણે લગ્ન કર્યાં હતા. એટલું જ નહીં ભાઈએ બહેનને મારી નાખ્યા બાદ તેના કપાયેલા માથા સાથે સેલ્ફી લીધી હતી. જેને તેણે ગ્રુપમાં પણ શેર કરી હતી.
એક જ કોલેજમાં ભણતા હતા: કીર્તિ મોટે અને અવિનાશ થોરે એક જ કોલેજમાં ભણતા હતા. કોલેજ દરમિયાન બને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. અવિનાશ ગોયગાંવથી 3 કિલોમિટર દૂર લાડગાંવ શિવરના એક ફાર્મ હાઉસ પર રહેતો હતો.
પરિવારને મંજૂર નહોતો સંબંધ: કીર્તિ મોટે અને અવિનાશ થોરે વચ્ચેનો સંબંધ પરિવારે સ્વિકાર્યો નહોતો. તેનું મુખ્ય કારણ બંને પરિવાર વચ્ચે સમાજીક પ્રતિષ્ઠા અને આર્થિક સ્થિતિમાં અંતર હતું. એટલા માટે યુવતીના પરિવારજનો આ સંબંધનો વિરોધ કરતા હતા.