પાલક પિતા મહેશભાઇ સવાણી દિકરીના ઘરે પહોંચ્યા, દિકરીની આંખોમાં આંસુ આવી ગયા, જુઓ વિડિઓ તમે પણ ભાવુક થઈ જશો…
હજારો દિકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણી ને કોણ નથી જાણતું છેલ્લા ઘણા વર્ષોમાં એવી અનેક એવી દિકરીઓના વિવાહ મહેશભાઈ સવાણી એ કરાવી આપ્યા છે જેને માતા અને પિતા ના હોય. આ વર્ષે પણ અનેક દિકરીઓ નુ કન્યા દાન કરી અને સાસરીએ વળાવી છે. અને સમાજ સેવાનુ અનોખું ઉદાહરણ પુરુ પાડયું છે.
મહેશભાઈ સવાણીએ આ વર્ષે અનેક ધર્મ ના યુગલોના લગ્ન કરાવી ને સર્વ ધર્મ સમભાવ ની ભાવના પણ જગાવી છે સાથે દિકરીઓ અને જમાઈઓને એક હનીમુન ટ્રીપનુ આયોજન પણ કરી આપ્યુ હતું. જેમા દિકરીઓ મનાલી પ્રવાસે ગઈ હતી અને હાલ મનાલી મા ખુબ મજા કરી રહી છે. ત્યારે મહેશભાઈ સવાણીએ તેમના ફોટા અને વિડીઓ શેર કર્યા હતા.
આ ઉપરાંત મહેશભાઈ સવાણી એક પિતા તરકે ની જવાબદારી નીભાવે છે અને અનેક વખત દિકરીઓના ઘરે મુલાકાત કરતા હોય છે અને દિકરીઓ ને કાઈ દુખ તો નથી ને તેની ખરબ પણ પુછતા હોય છે. ત્યારે તાજેતર મા જ વલ્લભીપુર મા એક દીરકી ની મુલાકતે પહોંચ્યા હતા અને દિકરી એ પણ પાલકા પિતા મહેશભાઇ નુ તિલક કરી ને ઘરે સ્વાગત કર્યુ હતુ.
દિકરી સ્વાગત કરતા સમયે ભાવુક થઈ ને રડી પડી હતી ત્યારે મહેશભાઈએ દિકરીને માથે હાથ રાખી ને કહ્યુ હતુ કે “આજે રડવાનો નહી ખુશ થવાનો સમય છે હુ તારા સાસરીયા મા આવ્યો છુ.” મહેશભાઈ એ દિકરીના માથે હાથ રાખી ને રડતા છાની રાખી. અને એક દિકરી અને પિતા વચ્ચે ના ખરા સબંધના દર્શન થયા હતા. અને ભાવુક દૃશયો જોવા મળ્યા હતા.