લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલી વધશે! પોલીસને એવા CCTV હાથ લાગ્યા કે કોર્ટમાં રજૂ કર્યો રિપોર્ટ

લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલી વધશે! પોલીસને એવા CCTV હાથ લાગ્યા કે કોર્ટમાં રજૂ કર્યો રિપોર્ટ

રાજકોટ: મારામારીના કેસમાં જેલમાં બંધ લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હવે આ ઘટનામાં કાવતરુ રચી હુમલો કર્યાની કલમ ઉમેરવા રાજકોટ એ ડિવિઝન પોલીસે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV મળી આવ્યા છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, લોકસાહિત્યકાર દેવાયત ખવડ કેસમાં રાજકોટ એ ડિવિઝન પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો રિપોર્ટ કોર્ટમાં આપ્યો છે.

આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કરી હતી, જ્યાંથી એક CCTV ફૂટેજ મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે દેવાયત સહિત ત્રણ વ્યક્તિ આ કેસમાં રિમાન્ડ બાદ જેલ હવાલે છે.

ત્રણ આરોપી હાલ જેલ હવાલે
મારામારીના કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત અન્ય ત્રણ લોકો જેલમાં બંધ છે. જેમણે રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલો કર્યો હતો.

ગત 19 ડિસેમ્બરે લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતાં.

શું હતો સમગ્ર મામલો ?
લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાથીદારોએ થોડા દિવસ અગાઉ મયુરસિંહ નામના વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકના હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.

ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *