કંપનીનાં મેનેજરના ત્રાસથી કંટાળીને, યુવકે લોખંડના હુક સાથે લટકી પોતાનું જીવન ટુંકાવ્યું.., સુસાઇડ નોટમાં લખ્યું કે “મારી મોતનું કારણ…”

કંપનીનાં મેનેજરના ત્રાસથી કંટાળીને, યુવકે લોખંડના હુક સાથે લટકી પોતાનું જીવન ટુંકાવ્યું.., સુસાઇડ નોટમાં લખ્યું કે “મારી મોતનું કારણ…”

અમદાવાદમાં બનેલી વધુ એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે કંપનીના સુપરવાઇઝર અને મેનેજરના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર કંપનીના મેનેજર અને સુપરવાઇઝર દ્વારા યુવકને માનસિક ત્રાસ આપીને નોકરીમાંથી કાઢી મુકવાનો હુકમ કરીને માનસિક રીતે હેરાન કરવામાં આવતો હતો.

કંપનીના સુપરવાઇઝર અને મેનેજરના ત્રાસથી કંટાળીને યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને દુનિયાને અલવિદા કહી દીધી. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં રાખોલીયા વિસ્તારમાં રહેતા ડેનિશભાઈ ઓઢવા ખાતે આવેલી એક કંપનીમાં પેકિંગ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 12 વર્ષથી નોકરી કરતા.

મળતી માહિતી અનુસાર ડેનિશ ભાઈને છેલ્લા ચાર મહિનાથી કમરનો દુખાવો ઉપડ્યો હતો. તેથી તેઓ હાર્ડવર્ક કરી શકતા ન હતા. જેના કારણે ડેનિશભાઈ કંપનીના મેનેજર યોગેશ અને સુપરવાઇઝર મહેન્દ્રને હળવું કામ આપવા માટે અવારનવાર રજૂઆત કરી હતી. પરંતુ સુપરવાઇઝર અને મેનેજર દ્વારા ડેનિશભાઈને હાર્ડવર્કનું કામ આપીને માનસિક ત્રાસ આપતા હતા.

મળતી માહિતી અનુસાર 19 એપ્રિલના રોજ જ્યારે ડેનિશભાઈ નોકરી પૂરી કરીને ઘરે આવ્યા ત્યારે તેમની પત્નીએ તેમને જણાવ્યું કે, કંપનીમાંથી સસ્પેન્શન ઇન્કવાયરીની નોટીસ આવી છે. આ નોટિસનો જવાબ આપવા માટે 7 મેના રોજ કંપનીમાં 10 વાગ્યે હાજર રહેવાનું છે. તેથી ડેનિશભાઈ 7 મેના રોજ સવારે 10 વાગે કંપનીએ ગયા હતા અને રાત્રે 11 વાગ્યે પરત ફર્યા હતા.

ઘરે આવ્યા ત્યારે તેમની પત્નીએ પૂછ્યું શું થયું ત્યારે ડેનિશભાઈએ કહ્યું કે, કંપનીનો મેનેજર યોગેશ અને તેનું વકીલ આવ્યો ન હતો. જેથી 10 મેના રોજ જવાનું છે. ત્યારબાદ 10 મેના રોડ ડેનિશભાઈ કંપનીએ ગયા અને નિરાશ થઈને ઘરે પરત આવ્યા. મળતી માહિતી અનુસાર ડેનિશભાઈને કંપનીના મેનેજર અને સુપરવાઇઝર બે કલાક સુધી તેમને બેસાડી રાખ્યા અને માનસિક રીતે ત્રાસ આપીને નોકરી છોડવાનું કહ્યું.

બપોરના સમયે ડેનિશભાઈ પોતાના ઘરે ઉપરના માળે ગયા હતા. જ્યારે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પત્ની ચા બનાવીને ઉપર દેવા ગઈ ત્યારે ડેનિશભાઈનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

admin

Leave a Reply

Your email address will not be published.