વીરપુરમાં આજે પણ ૪૦૦ વર્ષ જુના મંદિરમાં નાગ દેવતા હાજરા હજુર બિરાજમાન છે, મંદિરમાં નાગ દેવતાના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે.
ગુજરાતમાં મિત્રો નાના મોટા ઘણા મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો શ્રદ્ધા અને આસ્થા સાથે ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરતા હોય છે, બે દિવસથી દેશભરમાં જન્માષ્ટમીના તહેવારોની શરૂઆત થઇ ગઈ હતી, તેથી બે દિવસ પહેલા જ દેશભરમાં નાગ પંચમીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટમાં આવેલા અલગ અલગ નાગ દેવતાના મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, આજે આપણે એક તેવા જ જલારામધામ વીરપુરમાં આવેલા નાગદેવતાના મંદિર વિષે વાત કરીશું, નાગ દેવતાનું આ મંદિર આશરે ચારસો વર્ષ માનવામાં આવે છે, તેથી આ મંદિરને શ્રી આહપાદાદાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ મંદિરમાં નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવા માટે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શન કરીને ભક્તો તેમના બધા જ દુઃખો દૂર કરે છે, નાગ દેવતાના મંદિરના અનોખા મહિમાની વાત કરવામાં આવે તો આ ગામનું એક પણ ઘર પૂજા કર્યા વગર અન્નનો એક પણ દાણો ખાતું નથી. આ મંદિરમાં પ્રસાદનો ખુબ જ અનોખો મહિમા રહેલો છે.
આ મંદિરના પ્રસાદ વિષે એવું માનવામાં આવે છે કે જે લોકો આ મંદિરનો પ્રસાદ આરોગે છે તે કોઈ પણ વ્યક્તિને આજસુધી સાપે ડંખ માર્યો નથી. તેથી નાગ પંચમીના દિવસે આખો દિવસ ભક્તો નાગ દેવતાના દર્શન કરવા માટે આવતા હોય છે, તે દિવસે મંદિરની આજુબાજુ મેળા જેવું લાગતું હોય છે.
તેથી દર વર્ષે શ્રાવણ મહિનાની નાગ પાંચમના દિવસે નાગ દેવતાની ડાક ડમરુ સાથે શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને આખા ગામની મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવે છે, આથી ભક્તો મોટી સંખ્યામાં નાગ પંચમીના દિવસે દર્શન કરવા માટે ઉમટી પડે છે.