આ બંને ભાઈઓ પાસે એન્જીનીયરો પણ પડે પાછા એવી બાઈક બનાવી કે વગર પેટ્રોલે જ, જાણી ને વિશ્વાસ નહીં આવે.
આજકાલ આપણા ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેવામાં લોકો હવે ઈલેક્ટ્રિક બાયકો તરફ વળવા લાગે છે. પરંતુ વીજળીના ભાવોમાં પણ દિન પ્રતિદિન વધારો થતો જાય છે. એવામાં મેરઠમાં રહેતા બે ભાઈઓએ એવી બાઈક બનાવી કે જેને ચલાવવાનો ખર્ચ માત્ર પાંચ રૂપિયા થાય છે અને આ બાઈક સાત કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને એકવાર ચાર્જ કર્યા પછી 150 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.
વધુ વિગતે વાત કરીએ તો મેરઠમાં રહેતા બે ભાઈઓ કે જેમાં ૧૬ વર્ષનો અક્ષય અને 21 વર્ષનો આશિષ તેને પોતાની જાતે આવી બાઈક બનાવી હતી. જેમાં જાણવા મળ્યું કે અક્ષય પોલિટેકનિકલ કોલેજનો વિદ્યાર્થી છે. આથી તેને બાઈક બનાવવાનું તમામ ટેકનિકલ નોલેજ હતું. તો તેનો ભાઈ આશિષ એમ એનો અભ્યાસ કરે છે. બંને ભાઈઓએ કેટલાક જૂના પાર્ટ્સ તો કેટલાક નવા પાર્ટ્સ ભેગા કર્યા અને આ સમગ્ર બાઈકને તૈયાર કરી જેને નામ આપવામાં આવ્યું તેજસ.
બંને ભાઈઓએ જણાવ્યું કે આ બાઈક બનાવવા લગભગ 35,000 નો ખર્ચ થયો છે. આશિષ એ કહ્યું કે તેણે તેના પિતાની પાસે બુલેટ બાઈક માંગી હતી. પરંતુ તેના પિતાએ કહ્યું કે આજકાલ બુલેટ કોણ જુએ છે. આથી આશિષના મગજમાં આ વિચાર આયો અને તેને આવી બાઈક બનાવવાની શરૂ કરી. રસ્તા પર આ બંને ભાઈઓ જ્યારે બાઈક લઈને નીકળે છે ત્યારે તેને લોકો પૂછવા લાગે છે કે આ બાઈક કઈ રીતે બનાવી.
આ મેરઠ માં રહેતા આ બંને ભાઈઓ આજે આખા ભારતમાં પ્રખ્યાત થઈ ચૂક્યા છે. જે કામ મોટા મોટા એન્જિનિયરો ના કરી શકે તેવું કામ આ બંને ભાઈઓએ કરીને બતાવ્યું છે. તે બંને જણાવ્યું કે આ બાઈકને સાત કલાક ચાર્જ થતા વાર લાગે છે અને તેનો ખર્ચ માત્ર પાંચ રૂપિયા જ આવે છે. આમ પોતાની બુદ્ધિશક્તિનો યોગ્ય ઉપયોગ કરીને આ બંને ભાઈઓએ મોટા મોટા એન્જિનિયરોને પણ માત આપી દીધી છે.