આ વ્યક્તિએ દાંત સાફ કરવાના બ્રશ વેચી ફક્ત 6 મહિનામાં 60 લાખ રૂપિયાની કમાણી કરી
બધા લોકોએ પેલી કહેવત તો સાંભળી હશે કે જો વ્યક્તિ ધારે તો પથ્થરને પણ લાત મારીને પૈસાની કમાણી કરી શકે છે. આજે અમે તમને એક એવા જ યુવક વિષે જણાવીશું કે જેને જાણીને તમે પણ બોલી ઉઠશો કે ખરેખર તે વાત સાચી છે. વ્યક્તિ ધારે તો ગમે તે રીતે પૈસા કમાઈ શકે છે. આ યુવકનું નામ જતન છે અને તે મહારાષ્ટ્રનો રહેવાસી છે.જતનને પોતાનો BCOM નો અભ્યાસ પૂરો કરીને ઘણી અલગ અલગ કંપનીઓમાં કામ કર્યું હતું.
જતનને ઘણા સમયથી પોતાનું કઈ કરવું હતું તો તેને પોતાની એક સ્ટાર્ટઅપ કંપનીની શરૂઆત કરી. જેમાં તેમને ટુથ બ્રશ બનવાનું શરૂ કર્યું એ પણ ઇલેક્ટ્રિક ટુથ બ્રશ. જતનને લોકડાઉનનો ખુબજ સારો એવો ફાયદો મળ્યો હતો.
આખરે આઠ મહિનાની મહેનત બાદ તેમને ટુથ બ્રશ બનાવવાની કંપનીની શરૂઆત કરી અને તેમને ૨૦૨૧ માં પોતાની કંપનીને રજીસ્ટર કરીને તેનું કામ શરૂ કર દીધુ અને તેનું ઓનલાઇન માર્કેટિંગ પણ શરૂ કરી દીધું. ફક્ત ૬ મહિનામાં જ તેમને ૬૦ લાખ રૂપિયાની કમાણી કરી લીધી.
આ ખુબજ ગર્વની વાત હતી જતને પણ નહતું વિચાર્યું કે તેને આટલી જલ્દી સફળતા મળશે.આજે જતને સાબિત કરી લીધું કે વ્યક્તિ ધારે તો કઈ પણ કરી શકે છે અને પથ્થર માંથી પણ પૈસા કમાઈ શકે છે.
આજે જતન પોતાના મીર સાથે પોતાની આ કંપની ચલાવી રહ્યો છે. તેમના ટુથ બ્રશ આજે વિદેશોમાં પણ વેચાઈ રહ્યા છે. આજે જતન નવ યુવાનો માટે પ્રેરણાનું સારું એવું ઉદાહર બન્યો છે.